વડાપ્રધાન મોદીના સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમ બાદ નર્મદા જીલ્લામા કોરોનાનો ભરડો

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જીલ્લાના જીતનગર ખાતેના પોલીસ હેડકવાર્ટર ખાતે આજરોજ એન્ટિજન રેપિડ ટેસ્ટમા 58 લોકો પોઝિટિવ નીકળતા કર્મચારીઓમા ભય ફેલાયો

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વસવાટ કરતા આદિવાસીઓએ અગાઉ જ વડાપ્રધાન મોદીના કાર્યક્રમથી કોરોના વકરસેની દહેશત વ્યકત કરી હતી

જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખરા આંકડા છુપાવવાનો પ્રયાસ ? એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૪
સહિત ૧૫ પોઝિટિવના આંકડા જ બહાર પડાયા !!!

જિલ્લામા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૧૩૧૫ નો આક બહાર પાડવામાં આવ્યો

જિલ્લામાં COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૪ થી નવેમ્બર, ૨૦૨૦ ના રોજ કોરોના પોઝિટિવ ના દર્દીઑની સંખ્યા બહાર પાડવામાં આવેલ છે તેમા અને હકીકતમા ખુબજ અંતર હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા જ આજરોજ રાજપીપળા પાસેના જીતનગર પોલીસ હેડકવાર્ટર ખાતે રેપીડ એન્ટીજન ટેસ્ટીંગ કરાયા હતા જેમા પોલીસ જવાનો સહિત કુલ 58 લોકો પોઝિટિવ નીકળ્યા હોવાનું એક તબીબ દ્વારા જ જાણવા મળ્યું છે. આવુ કેમ ? આરોગ્ય વિભાગ દ્વારા ખરા આંકડા છુપાવવા માઆવતા હોવાનાં આરોપ અગાઉ પણ લાગી જ ચુકયા છે.

નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ જીલ્લામા 15 લોકો પોઝિટિવ નીકળ્યા હોવાનું બહાર પડાયું હતુ ત્યારે રાત્રિના જ જાણવા મળ્યું છે કે આ આક ખુબજ મોટું છે. આરોગ્ય વિભાગ નાજ તબીબના જણાવ્યા અનુસાર આજરોજ 58 પોઝિટીવ કેસ જીતનગર પોલીસ હેડકવાર્ટર ખાતેથી પોઝિટિવના નોધાયા છે, અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના કાર્યકર્મમા ફરજ નિયુકત અનેક કર્મચારીઓના કોરોના ટેસ્ટીંગ કરાયા હતા જેમા ઘણા લોકો પોઝિટિવ નીકળતા કર્મચારીઓમા ભય ફેલાયો હતો. પોલીસ વિભાગના જ 16 પોલીસ જવાનો પોઝિટિવ નીકળ્યા હતા હવે કોરોના સપરેડ થયો હોવાનું મનાઈ રહયુ છે.

શુ આ બાબતે જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોઇ ચોખવટ કરાસે ખરી ? ખરા આંકડા કેમ છુપાવવામા આલી રહયા છે ??

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોરોના મહામારી દરમ્યાન સ્ટેચયુ ઓફ યુનિટી ખાતેના કાર્યક્રમનો સ્ટેચયુ ઓફ યુનિટી પાસે વસવાટ કરતા આદિવાસીઑએ વિરોધ કર્યો હતો. લેખિતમાં આવેદનપત્રો પણ આપ્યા હતા અને જણાવ્યું હતું કે કાર્યકર્મથી કોરોનાની મહામારી ફેલાસે તો શુ જીતનગર પોલીસ હેડકવાર્ટર ખાતે આજરોજ એન્ટીજન રેપિડ ટેસ્ટમા 58 લોકો પોઝિટિવ નીકળતા કોરોના સપરેડ થયુ છે ? ની ચર્ચા લોકોના મુખે ભારે ચર્ચાસ્પદ બનેલ છે.નર્મદા જીલ્લામા 1315 પોઝિટિવ કેસો નોધાયા હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here