વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની કેક કાપીને કોસીંદ્રા ખાતે ઉજવણી કરાઈ

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાઝ મેમણ

ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્રના નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે ગુજરાત પ્રદેશ ભાજપા તરફથી તમામ જિલ્લાઓના તમામ બુથો સુધી તારીખ ૧૪ થી ૨૦ સપ્ટેમ્બરને “સેવા સપ્તાહ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના વિવિધ મોરચા ઘ્વારા સેવાકીય કાર્યક્રમો તમામ ગ્રામીણકેન્દ્ર પર સરકારની કોરોના મહામારીની ગાઇડલાઇનનો અનુસરી કરવા જણાવવામાં આવ્યું હતું જેમાં વૃક્ષારોપણ,બ્લડ ડોનેશન કેમ્પ,સ્વચ્છતા અભિયાન,દિવ્યાંગોને ફ્રૂટ વિતરણ સહીત કાર્યક્રમો જિલ્લા,તાલુકા ભાજપા ઘ્વારા કરવા પરિપત્ર કરવામાં આવેલ હતું જેના ભાગરૂપે આજરોજ બોડેલી તાલુકાના કોસીંદ્રા ગામે સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીના નેજા હેઠળ કાર્યકર્તાઓ ઘ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે આયુર્વેદિક વૃક્ષારોપણ,અકસ્માત વીમાનું કવચ પૂરું પાડતા પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજનાની ૭૦ પોલીસીનું વિતરણ,ગરીબ નાના ભુલકાઓને બિસ્કિટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વૃક્ષારોપણમાં આયુર્વેદિક રોપાઓ ગરમાળો,અજુનસાદડ,સરગવા નું વાવેતર કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦ માં જન્મદિવસ નિમિતે સંખેડા વિધાનસભાના ધારાસભ્યએ જણાવ્યું હતું કે આજે દેશનું નેતૃત્વ ગુજરાતના ગરીબ પરિવારમાંથી જન્મેલ અસામાન્ય નરેન્દ્રભાઈ મોદી જયારે કરી રહ્યા છે ત્યારે છેવાડાના માનવીને સ્પર્શે તેવી કલ્યાણકારી યોજનાઓથી લોકોની સુખાકારીમાં વધારો થયો છે ૬૯ વર્ષની વયે પણ ૧૮-૧૮ કલાક કામ કરી દેશનું નામ વિશ્વમાં ગુંજતું કર્યું છે તેમને કન્યા કેળવણી,ઉજવલા યોજના,ઉજાલા યોજના,આયુષમાન ભારત,માં અમૃતમ યોજના,આત્મનિર્ભર યોજના સહીત અનેક યોજનાઓ થકી લોકોના જીવન ધોરણમાં બદલાવ આવ્યો છે આમ તમામ સમાજને ધ્યાનમાં લઈને અનેક યોજનાઓ થકી લોકોમાં આશાનું કિરણ જાગ્યું છે તેમના આજના જન્મદિવસે દરેક બૂથમાં ૭૦ આયુર્વેદિક રોપાઓનું વાવેતર અને તમામ કાર્યકર્તાઓએ પોતાના બૂથમાં ૭૦ પ્રધાનમંત્રી અકસ્માત વીમાનું કવચ ગરીબ પરિવારોને વિતરણ કરી આપણે પણ તેના સહભાગી બનવું જોઈએ બોડેલીના કોસીંદ્રા ગામે વૃક્ષારોપણ,પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજનાનું વિતરણ અને ગરીબ બાળકોને બિસ્કિટ વિતરણ કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી વિરેન્દ્રસિંહ રાજપરમાર,જિલ્લા ભાજપા ઉપપ્રમુખ શિવ મહારાઉલ,બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ જગદીશ બારીયા,ન્યાય,સામાજિક સમિતિના ચેરમેન ઈશ્વરભાઈ તડવી ,કડાછલા જિલ્લા પંચાયત સદસ્ય બીલજીભાઈ,જિલ્લા કિસાન મોરચા મહામંત્રી બળવંતસિંહ,જિલ્લા મહિલા મોરચા મહામંત્રી ઉષાબેન પટેલ,જિલ્લા કિસાન મોરચા કોષાધ્યક્ષ રમેશભાઈ કોલચા ,તાલુકા ભાજપા પ્રમુખ કાર્તિક શાહ,મહામંત્રી પુષ્કર પટેલ,ઉપપ્રમુખ અને મોટાવાટ સરપંચ કાજલબેન પટેલ,તાલુકા એટીવીટી સભ્ય પરિમલ પટેલ,પૂર્વ પ્રમુખ મનોજભાઈ શાહ,કોસીંદ્રા સરપંચ સંજયભાઈ તડવી ,ડે સરપંચ મુકેશ પટેલ,કડાછલા ગ્રામીણ કેન્દ્રના ઇન્ચાર્જ ભારતલાલ શાહ,ઉત્પલ પટેલ,નવાટિમ્બરવા સરપંચ પ્રફુલભાઇ,નવાટિમ્બરવા શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ રમણભાઈ નાયક,સહ ઇન્ચાર્જ માધુ તડવી ,કોસીંદ્રા શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ રાજુ રાવલ,કાર્યકર્તાઓ ભાવેશભાઈ પટેલ,અંકુરભાઈ,જય ભગત,કાળુભાઇ,શિવમભાઇ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here