બોડેલી : સંગમ હોસ્પિટલ ખાતે ભાજપા કાર્યકરો દ્વારા વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાઝ મેમણ

બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ  સંગમ હોસ્પિટલ ખાતે ભાજપના કાર્યકરોઓ દ્વારા વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ રક્તદાન કર્યું હતું 

બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ ખાનગી સંગમ હોસ્પિટલ ખાતે ઇન્દુ બ્લડ બેન્કના સહયોગ થી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ૭૦ માં જન્મદિવસ નિમિતે બોડેલી તાલુકા યુવા મોરચા તેમજ તાલુકા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ રકતદાન કરતા ૭૦ યુનિટ બ્લડ એકત્રીત કરાયું હતું.આ પ્રસંગે અવસરે સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી, ભાજપના પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવા, કાર્તિકભાઈ શાહ, મનોજભાઇ શાહ, શિવ મહારાઉલ, તુષાર પટેલ, રણછોડભાઈ ભરવાડ, સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here