વડાપ્રધાને આંગણવાડીને નંદઘર, તથા આવનારા બાળકોને શ્રીક્રિશ્ના અને અગણવાડીના બહેનોને યશોદાનું ઉપનામ આપીને આંગણવાડી યોજનાને એક નવી ઓળખ આપી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આપણા વડાપ્રધાને આંગણવાડીને નંદઘર, તથાઅહીં આવનારા બાળકોને શ્રીક્રિશ્ના અને અગણવાડીના બહેનોને યશોદાનું ઉપનામ આપીને આંગણવાડી યોજનાને એક નવી ઓળખ આપી છે. નવી શિક્ષણ નીતિ૨૦૨૦ અનુસાર આંગણવાડી કેન્દ્રના બાંધકામ માટે ૧૨ લાખનું બજેટ નક્કી કરવામાં આવેલ છે. અહીં બાળકોને પોષણક્ષમ આહાર અને પ્રી-કલ શિક્ષણ આપવામાં આવે છે. જેથી અવતીકાલના નાગરિકો વિશ્વફલક પર સાધ્ય કરી શકે. પ્રસ્તુત તસ્વીરમાં એક યશોદા બાળકોને પ્રવૃતિ કરાવે છે. છોટાઉદેપુર જીલ્લાના બાળકોને ચિત્રાત્મક વર્ગખંડ, પૌષ્ટિક ખોરાક અને પ્રેમાળ અને યશોદા જેવા કાર્યકર બહેનોની હૂંફ મળે છે. એન.ઈ.પી.-૨૦૨૦પ્રમાણે દરેક આંગણવાડીને મુખ્ય શિક્ષણ પ્રવાહમાં સમાવવાની યોજના છે અને શાળા સંકુલમાં સમાવવાની વાત છે. આપણે ઈચ્છીએ કે અહીંથી નીકળી દરેક બાળક ઉતરોતર પ્રગતિ કરે અને ભારત વિશ્વ ગુરુ બને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here