નર્મદા જીલ્લાના 121 ગામોને ઈકો સેન્સેટીવ ઝોન માથી બાદ કરવામાં આવેની સાંસદ મનસુખ વસાવાએ લોકસભામા કરી માંગ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

આદિવાસી વસ્તી ધરાવતા જીલ્લા મા શાંતિ અને વિકાસ માટે ઈકો સેન્સેટીવ ઝોન રદ્દ કરવામાં આવે :- સાંસદ મનસુખ વસાવા

નર્મદા જીલ્લા ના 121 ગામો ને સરકારે ઇકો સેન્સેટીવ ઝોન તરીકે જાહેર કરતા તેના રાજકીય પૄતયાધાતો પડવા પામ્યા છે, કોગ્રેસ સહિત BTP પાર્ટી દ્વારા આ મુદદો આવનાર સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થા ઓની ચૂંટણી ઓમા ચગાવવા નો મન બનાવ્યો હોય આ મુદદો આદિવાસીઓ સહિત તમામ વર્ગ ના લોકો ને સ્પર્શતો હોય તેના ધેરા પૄતયાધાત પડવા પામ્યા હતા. ચાલુ લોકસભાના સત્રમાં નિયમ 377 અંતર્ગત ભરુચ નર્મદા જિલ્લા ના સાંસદ મનસુખભાઈ વસાવા એ પોતાને આ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.

સાંસદ મનસુખભાઈ વસાવા એ લોકસભાના સત્રમાં નિયમ 377 મુજબ પોતાના મત વિસ્તારમાં ઇકો સેન્સેટીવ ઝોન નો મુદદો ખુબજ ગંભીર બનેલ હોય ભારત સરકાર ના રાજપત્ર મા નર્મદા જીલ્લા ના 121 ગામો ને ઈકો સેન્સેટીવ ઝોન તરીકે જાહેર કરેલ છે તે બાબતે ખેદ વ્યકત કર્યો છે અને જીલ્લા ના આદિવાસીઓ ની સ્થિતિ દયનીય હાલત મા હોય કુદરતી સમમપદા અને પશુપાલન ઉપર લોકો નિર્ભર રહેતાં હોય ને તેમની જમીનો મા સરકારી તંત્ર દ્વારા દખલગીરી કરવામાં આવી રહી છે, આદિવાસીઓ ના હક્કો મા સરકાર ના દખલગીરી થી તેમના આર્થિક વિકાસ સામાજિક વિકાસ અને આજીવિકા ઉપર સીધી અસર થવાની શક્યતાઓ વર્તાઇ રહી છે.

દેશ ના આદિવાસીઓ પોતાના જલ જંગલ ની જમીનો સાથે કોઈ પણ પ્રકાર નો છેડછાડ કર્યા વિના વિકાસ ઇચ્છી રહ્યો છે. સટેચયુ ઓફ યુનિટી પાસે ના ગામો સહિત માલસામોટ ના આસપાસ નો વિસ્તાર મા જે ઇકો સેન્સેટીવ ઝોન જાહેર કરેલ છે તેને તાત્કાલીક દુર કરવા માટે ની જરુરીયાત હોવાનું સાંસદ મનસુખભાઈ વસાવા એ પોતે નિયમ 377 ની ચર્ચા કરવાની માંગ કરતાં પત્ર મા જણાવ્યું છે, અને આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જીલ્લા માથી ઈકો સેન્સેટીવ ઝોન ની જે જાહેરાત કરવામાં આવી છે તેને જીલ્લા ના વિકાસ અને શાંતિ માટે તાત્કાલીક રદ્દ કરવા પોતાની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here