બોડેલી ઢોકલીયા ચોકડી હાઇવે રોડ પર મોટા મોટા ખાડા વાહન ચાલકોને પડતી મુશ્કેલી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા નાબોડેલી તાલુકો ના ઢોકલીયા ત્રણ રસ્તા પર રોડ ની સ્થિતિ બિસ્માર થતા વાહન ચાલકો ને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બિસ્માર રોડ રસ્તાને લઇને લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
બોડેલી, સહીત વિસ્તાર માં હજી તો વરસાદી માહોલ જામ્યો છે તંત્રની પોલ ખૂલી જોવા મળી. બોડેલી માં વરસાદ થતા રોડ રસ્તાના કામોમાં થયેલો ભ્રષ્ટાચાર ખૂલ્લો પડે છે. તો બીજી તરફ તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીને લઇને પણ સવાલો ઉભા થાય છે. બોડેલી ના ઢોકલીયા ત્રણ રસ્તા પર થી હાઇવે પસાર થતો હોવાથી મોટી સંખ્યા માં વાહનો ની અવર જવર રહે છે ત્યાં જ વળાંક પર વરસાદી પાણી થી મસમોટો ખાડો પડતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ખાડા માં પાણી ભરાવાને ને કારણે અનેક બાઈક સ્લીપ ખાઈ જવાના ના બનાવ બન્યા છે જેથી બાઈક ચાલકો માટે સ્થિતિ ભયજનક સાબિત થઇ રહી છે ચોમાસામાં આવા બિસ્માર રોડ રસ્તાને લઇને લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા ટેન્ડર બહાર પાડીને કરોડોના ખર્ચે રોડ રસ્તાની કામગીરી સોંપવામાં આવે છે. પરંતુ તેમ . પરંતુ વરસાદના સમયે રોડ રસ્તાની કામગીરી ઉડીને આંખે વળગે છે.વહીવટી તંત્ર દ્વારા બિસ્માર રોડ ની કામગીરી વહેલી તકે કરવામાં આવે તેમ વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here