વંથલી પોલીસે રાગદ્રેશ અને કિન્નાખોરી રાખી ચોથી જાગીરને દબાવવાનો પ્રયત્ન કરતાં એસ.પી. ને રોષપૂર્ણ આવેદનપત્ર

વંથેલી,(જૂનાગઢ) આરીફ દીવાન (મોરબી) ;-

જુનાગઢ તા. ૧૦ નવેમ્બર ૨૦૨૧ : વંથલીના પૂર્વ નગરપતિ અને સિનિયર પત્રકાર સિરાજ વાંજા સામે વંથલી પોલીસે રાગદ્રેશ અને કિન્નાખોરી રાખી ખોટા ગુન્હામાં સંડોવી, લોક્શાહીંની ચોથી જાગીરને દબાવવાનો પ્રયત્ન કરતા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ તેમજ અન્ય પત્રકાર સંઘોના સભ્યો દ્વારા એસ.પી ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ભારતની લોકશાહીનો પત્રકાર અને મીડીયાને ચોથો સ્તંભ કહેવામાં આવે છે . સમગ્ર વિશ્વમાં પત્રકારોને ખાસ મહત્વ આપવામાં આવી રહયું છે . લોકોને થતા અન્યાય સામે સરકાર કે અધિકારીઓને પોતાની કલમ થકી સત્યતાને ઉજાગર કરવામાં મીડીયાનો અગત્યનો ભાગ રહયો છે . પત્રકાર સુરક્ષા કાયદો લાવવા માટે પત્રકારો અનેક વખત રજુઆતો કરી રહયા છે . તેનું કારણ પણ પત્રકારોને સત્ય લખવાના પરિણામે ઘણી વખત બુટલેગરો , અસામાજીક તત્વો કે રાજકીય આગેવાનો અથવા વહીવટી તંત્રમાં બીરાજમાન કર્મયારીઓના રોષનો ભોગ બનવું પડતું હોય છે.

રાજકોટથી પ્રસિધ્ધ થતાં આજકાલ સાંધ્ય દૈનિકના વંથલી શહેર અને તાલુકામાં પત્રકારીત્વ કરતા સિનિયર પત્રકાર સીરાજ વાંજા એ તાજેતરમાં વંથલી પોલીસના પેઘી ગયેલ કર્મચારીઓ વિરૂઘ્ધ અહેવાલ પ્રસિધ્ધ કરેલ હતો . જેનો ખાર અને રાગદ્રેશ રાખી ટ્રેકટર ચોરીની ફરીયાદની વિગતો મેળવવા જતા ફરજ પરના પોલીસ કર્મચારીઓએ વિગતો નહીં આપતા સદર પત્રકારે પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી લાઈવ થઈ વેદના વ્યક્ત કરતા વંથલી પોલીસના જવાબદાર થાણા અમલદારે ઘટનાની ગંભીરતાને ધ્યાને લેવાના બદલે માહીતી ન આપનાર પોલીસ કર્મચારીઓનો બચાવ કરવા માટે અને લોકશાહીની ચોથી જાગીર એવા પત્રકારીત્વને દબાવવાનો હીંન પ્રયાસ કર્યો હતો . જેમાં પત્રકાર સિરાજ વાજા પર ફરજ રૂકાવટ અને આઈ.ટી. એક્ટ જેવી કલમો લગાડી ગુન્હો દાખલ કરેલ છે . ખરા અર્થમાં આવો કોઈ ગુન્હો સદર પત્રકારે કર્યો જ નથી તેવું સ્થાનિક પત્રકારો જણાવી રહ્યા છે.

પત્રકારને સંડોવી દેવાના આ હિન પ્રયાસને જૂનાગઢ જિલ્લાનાં પત્રકારો સખ્ત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ પ્રગટ કરી યોગ્ય પગલાં ભરવા માંગ કરી હતી. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં નેજા હેઠળ જિલ્લા માં રિપોટિગ કરતાં પત્રકારો સર્વશ્રી ઈરફાનશા સુહરાવર્દી,હિતેશ જોશી ,વનરાજ ચૌહાણ ,જય વિરાણી ,હરેશ મહેતા ,હરસુખ પરમાર,ભરત બોરિચા , હાર્દિક વાણિયા ,અજય વાણવી અને ઇન્ડિયન જર્નાલીસ્ટ એસોસીએસન પ્રદેશ મહામંત્રી મુકેશ સખિયા ,ધીરુ જોશી ,શૈલેશ પટેલ સહિતના પત્રકાર પ્રતિનિધિ મંડળ ડી.વાય.એસ.પી. શ્રી પ્રદીપસીહ જાડેજાને રૂબરૂ મળી પોલીસ અને પત્રકારો ખુલ્લા મને પોતપોતાની કામગીરી કરી શકે તેવી માંગ સાથે ચર્ચા વિચારણા કરી આવેદન આપેલ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here