લોકસભાની ચૂંટણીઓમાં નવા મતદારોની નોંધણી માટે ભારતિય જનતા પાર્ટી ચુંટણી પંચની મદદે આવી

રાજપીપળા, (નર્મદા)-આશિક પઠાણ :-

18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા મતદારોના નામની નોંધણી ભાજપના કાર્યકર્તાઓ ઘેર ઘેર ફરીને કરશે

સાંસદ મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી
આશરે 2000 નવા નામ નર્મદા જીલ્લામાં ઉમેરાય તેવી શક્યતા ઓ દર્શાવી

ચૂંટણીઓ વખતે મતદાતા નોંધણી નું કામ ચૂંટણી વિભાગ દ્વારા કરાતું હોય છે, પરંતુ આ વખતે પ્રથમ વખત દેશમાં ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા મતદારોના નામની નોંધણી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે. નર્મદા ના રાજપીપળામાં સાંસદ મનસુખભાઈ વસાવા જિલ્લા મહામંત્રી નિલભાઈ રાવ ભાજપ ના અગ્રણી સુરેશભાઇ વસાવા દ્વારા એક પત્રકાર પરિષદ યોજાઈ હતી.

નવા મતદારોને જોડવાની આ કામગીરી તારીખ તારીખ 25 અને 26 ના રોજ ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ ઘેર ઘેર જઈ લોક સંપર્ક દ્વારા કરશે અને નવા મતદારોને જોડવાનું કામ કરશે.

આ ઉપરાંત કોલેજ અને યુનિવર્સિટીઓમાં પણ જઈને મતદાર નોંધણી કરશે. કોલેજ અને યુનિવર્સિટી કેમ્પસમાં બહાર નોંધણીનું કામ કરાશે. નોંધણી ફોર્મ દ્વારા અથવા તો ઓનલાઇન પણ થઈ શકશે. ફોર્મ નંબર 6 નામ નોંધણી નું છે. ફોર્મ નંબર 7 નામ કમી કરાવવા માટેનું છે, જ્યારે ફોર્મ નંબર 8 નામ, સરનામું, ફોન નંબર વગેરેમાં સુધારા વધારા માટેનું છે. દરેક વોર્ડમાં ફોર્મ આપવામાં આવ્યા છે.

નામ નોંધણી માટે ઓનલાઇન અથવા ફોર્મ ભરીને નોંધણી કરાવી શકશે, જીલ્લા માં બે હજાર જેટલા નવા મતદારો ની નોંધણી થવાની શક્યતાઓ હોવા નુ પત્રકાર પરિષદમાં સાંસદ મનસુખ ભાઈ વસાવા એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here