રોજગારવાંછુ ઉમેદવારોને નોકરીની વિશાળ તકો અંગે માહિતી મેળવવા અનુબંધમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પોતાના જિલ્લામાં સેક્ટરવાઈઝ વેકેન્સી અંગે માહિતી મેળવી શકાશે

જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે રોજગાર કચેરીમાં રજીસ્ટ્રેશન માટે નવું વેબ પોર્ટલ અનુબંધમ ઉમેદવારો માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. જેમાં રજીસ્ટ્રેશન કરાવી ઉમેદવાર પોતાના જિલ્લાની વિવિધ નોકરીઓ સેક્ટરવાઈઝ શોધી શકશે તથા રોજગારવાંછુ ઉમેદવાર ઘરે બેઠા આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ વેબપોર્ટલમાં રજીસ્ટ્રેશન માટે માત્ર આધારકાર્ડ નંબર અને આધારકાર્ડનો ફોટો ફાઈલ અપલોડ કરવાની રહેશે. સરળતાથી નોકરીની શોધ કરતા યુવાનો આ પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરી શકશે, જેથી પંચમહાલ જીલ્લાનાં વધુમાં વધુ ભાઈઓ-બહેનો http://anubandham.gujarat.gov.inનામની વેબસાઈટ/વેબપોર્ટલમાં જઈને રોજગારવાંછુ ઉમેદવાર તરીકે(jobseeker) તરીકે રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરાવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ જે કંપની/નોકરીદાતા દ્વારા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની શોધમાં હોય છે તેવી સંસ્થા પણ એમ્પ્લોયર તરીકે આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે, એકમમાં ખાલી પડેલ જગ્યાઓ દર્શાવી શકે છે, રોજગાર કચેરીની સેવાઓ ઘેર બેઠા મેળવી શકે છે તેમજ રોજગાર કચેરી દ્વારા યોજાતા ભરતીમેળામાં પણ ભાગ લઇ શકાશે. જે ઉમેદવારોએ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેમને પોતાની પ્રોફાઈલ અપડેટ કરવા માટે પણ વિનંતી કરવામાં આવી છે. રોજ એક વખત આ પોર્ટલ પર લોગીન કરવાથી દરેક અપડેટ આ પોર્ટલ પર મળતી રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, ગોધરાનાં ફેસબુક પેજ MODEL CAREER CENTRE GODHRA , NATIONAL CAREER CENTRE PANCHMAHAL અને ટ્વિટરને ફોલો કરવાનું રહેશે. વધુ રજિસ્ટ્રેશન હેલ્પ માટે હેલ્પલાઈન નંબર ૦૨૬૭૨ ૨૪૧૪૦૫/૬૩૫૭ ૩૯૦ ૩૯૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here