ગુજરાત સ્ટેટ વિજિલન્સની ટીમે કાલોલ તાલુકાના ગોકળપૂરા ગામે રેડ કરી રૂ. ૪,૩૯,૭૪૦/ના મુદ્દામાલ સાથે સરાજાહેર દારૂ વેચતા બે ઇસમોને ઝડપી પાડયા… એક વોન્ટેડ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

સમગ્ર ગુજરાતમાં દારૂબંધી અને જુગાર ની બદી અટકાવવા અને દારૂબંધી ના સખ્ત અમલીકરણ માટે સ્થાનીક પોલીસના ચૂસ્ત ચોકી પહેરા મધ્યે પણ જિલ્લામાં અનેક ઠેકાણે વિદેશી માર્કા સાથેનો ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ વેચતો હોવાની સજ્જડ બાતમીઓ સાથે વીજીલન્સ દ્વારા કાલોલ તાલુકાના ગોકળપૂરા ગામે પીપળાવાળા ફળિયામાં રહેતો સુરેશ ઉર્ફે જાડો રઇજીભાઈ પોતાની પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો રાખી માણસો મારફતે સરાજાહેર દારૂનો વેપલો કરતો હોવાની સજ્જડ બાતમી હકીકતના આધારે ગતરોજ બપોરના સમયે બાતમી વાળા સ્થળે રેડ કરતા દારૂનો વેપાર કરતા ઇસમોના દોડધામ મચી ગઇ હતી. જોકે પોલીસની સતર્કતાથી દારૂનો જથ્થો ગ્રાહક સુધી પહોચાડવાનું કામ કરતા બે ઈસમો સંજય ઉર્ફે કોલી નટુભાઈ રાઠોડ તથા અશ્વિનસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ બંને હાલ રહે. ગોકળપૂરા ને તેમની સાથેના વિમલ પાનમસાલા ના થેલા તેમજ પ્લાસ્ટિકની અને કાપડની થેલીમાં રાખેલ દારૂ ભરેલી પ્લાસ્ટકની બોટલ નંગ ૧૩૭ તથા નજીકમાં ઊભી રાખેલી મોટરકારમાં વેપાર માટે મૂકી રાખેલ કાચ તથા પ્લાસ્ટિકની દારૂ ની બોટલો સાથે બીયરના ટીન મળી કુલ નંગ ૨૧૮ જેની બજાર કિંમત રૂ. ૨૫૭૪૦/ પકડાયેલા બે ઈસમ પૈકી એકના ખિસ્સા માંથી દારૂના વેચાણથી મળેલ રૂ. ૪,૦૦૦/ રોકડા બે મોબાઈલ જેની કિંમત રૂ. ૧,૦૦૦/ તેમજ દારૂનો જથ્થો મૂકી રાખવા ઉપયોગમાં લેવાયેલી મોટરકાર જેની કિંમત રૂ. ૪,૦૦,૦૦૦/ સમેત ૪,૩૯,૭૪૦/ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાલોલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે ઉલ્લેખનીય છે કે બાતમીવાળા સ્થળે દારૂનો ધંધો કરાવતો સુરેશ ઉર્ફે જાડો પોલીસને ચકમો આપી પોતાની પાસે રાખેલી મોટરકાર લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો જેને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ કાલોલ પીએસઆઇ દ્વારા શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here