રેતી ખનન અટકાવવા જતાં બે માજી સરપંચને ભૂમાફીયાઓએ ધમકી આપતા કાલોલ મામલતદારને આવેદન પત્ર આપ્યું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલનાં બોરૂ,કાતોલ,અને સમડીયાની મુવાડી ની મધ્યમાંની ભૂમાફિયાઓને ગેરકાયદેસર રેતી ચોરી કરતાં અટકાવવા જતાં સરપંચને ભૂમાફિયાઓનએ પાવડા અને રેતી ભરવાનાં ચાવલ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બોરૂ અને કાતોલ સરપંચે કાલોલ મામલતદારને આવેદન પત્ર આપ્યું. તદુપરાંત કાલોલ પોલીસનેને પણ લેખીત રજુઆત.

કાલોલ તાલુકામાં દિનપ્રતદિન ભૂમાફિયાઓનો ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. કાલોલ તાલુકામાં રોજે રોજ રેતી અને માટી નું અલઅલગ સ્થળે બેફામ રીતે ખોદકામ નવાનવા ભૂમાફીયાઓ દ્વારા કરવામાં આવતું હોય છે. કાલોલ તાલુકામાંથી પસાર થઈ નદીઓ માંથી પુષ્કળ રેતી ખનન કરી નદીઓમાં ખડાઓ કરી દેતાં ભૂમાફીયાઓને કોઈ પણ પ્રકારનો ડર ન લાગતાં બેફામ બન્યાં છે. જ્યારે બીજી તરફ આસપાસનાં માજી સરપંચ અને મહીલા સરપંચ પતિ કે ગામના કોઈ આગેવાનો રેતી ખનન કરવાં જતાં ભૂમાફિયાઓને અટકાવવા જતાં તેમની પર હુમલાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામા આવતી હોય છે. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ ગંભીર નોંધ લઈ આજ સુધી કોઈ કાયમી નિવારણ આવ્યું નથી. જેને લઈ ભૂમાફીયાઓનો રોફ વધતો જતો હોય છે. તેવોજ કિસ્સો કાતોલ અને બોરૂ ગામના માજી સરપંચ સાથે બન્યો છે. જેને કારણે બંને માજી સરપંચો દ્વારા કાલોલ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું. તદઉપરાંત પોલીસ ફરીયાદ માટે પણ લેખીત રજુઆત કરવામાં આવી છે.
કાલોલ તાલુકાના બોરૂ,કાતોલ, સમળિયાની મુવાડીની હદ વચ્ચેથી પસાર થતી ગોમા નદીનાં પટમાંથી અને નર્મદા કેનાલ નીચેથી પસાર થતી નદીની કોતરોને ખોદી રેતી અને માટી નું બેફામ રીતે ખોદકામ કરતાં હોય છે. જે કોતરોનું ખોદકામ થવાના કારણે આવનાંર દિવસોમાં નદીનાં પાણી બોરૂ તરફ પણ વળી સકવાની શક્યતાઓને લઈ ને હાલ બોરૂ ગામના સરપંચ પતિ અને માજી સરપંચ એવાં શકીલભાઈ બેલીમ દ્વારા બે દિવસ પહેલા બોરૂ,કાતોલ, સમળિયાની વચ્ચેથી આવેલ અને નર્મદા કેનાલ નીચેથી પસાર થતી ગોમા નદીનાં પટમાં ઉતરરી ગેરકાયદેસર રીતે ખોદકામ કરતાં ભૂમાફિયાઓને અટકાવવા જતાં તેમની પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવેલ છે. બોરૂ ગામના સરપંચ પતિ અને બોરૂનાં માજી સરપંચએ રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર ધોળા દિવસે રેતી ચોરી કરતાં ભૂમાફિયાઓ ને અટકાવવા જતાં શકીલભાઈ બેલીમ પર પાવડા અને રેતી ખનન કરતા સાધન ચાવલ લઈ ને રેતી ખનન કરતાં કેટલાક લોકોએ ગેરી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાંથી એક નામ મનોજભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ રહે.,સમળિયાની મુવાડીનાંઓ ને ઓળખેલ અને તેઓનો પોતાનાં મોબાઈલ ફોનમાં વિડિયો પણ ઉતારેલ હોવાનું જણાવ્યું છે. આવા માંથાભારે શખ્સ વિરદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવે તેવી માંગ સાથે કાતોલ ડેપ્યુટી સરપંચ ગુણવંતભાઈ અને બોરૂ સરપંચ પતિ અને માજી સરપંચ એવા શકીલભાઈ બેલીમએ કાલોલ ઇન્ચાર્જ મામલતદાર આર. જી.ઝાલા ને આવેદન પત્ર આપ્યું હતું. વધુમાં કાલોલ પોલીસ સ્ટેશન ખાતે પણ લેખીત રજુઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here