રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ નું ઉજવણીના ભાગ રૂપે નર્મદા જિલ્લા પોલીસ વડા એ લીલીઝંડી આપી બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ટ્રાફિકના જવાનોએ રાજપીપલાના નગરજનોને ટ્રાફિક નિયમન અંગે જાગૃત કર્યા

રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના ની ઉજવણી કરી વાહન ચાલકો બે અકસ્માતો ના નિવારણ અર્થે ના નિયમો અને બોધ પાઠ શીખવવામાં આવે છે જે અંતર્ગત ૨૦૨૪ અંતર્ગત 15 જાન્યુઆરી થી ૧૪ મી ફેબ્રુઆરી સુધી ટ્રાફિક સલામતીને લગતા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેના ભાગરૂપે નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી રાજપીપળા ખાતેથી આજે ટ્રાફિકના જવાનોએ બાઇક રેલી કાઢીને રાજપીપલા ના નગરજનોને ટ્રાફિક નિયમન અંગે સંદેશો આપ્યો હતો.

એસ.પી. કચેરી રાજપીપળા ખાતે થી નીકળેલી આ બાઇક રેલી ગાંધી ચોક, સંતોષ ચોકડી, લીમડા ચોક, સફેદ ટાવર, સૂર્ય દરવાજા, જૂની સિવિલ કોલેજ રોડ, કાળીયા ભૂત ના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી જેણે ભારે આકર્ષણ જમાવ્યું હતું. નગર મા ફરી આ રેલી એસ.પી. કચેરીએ પરત ફરી હતી.

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે તેમજ દેડિયાપાડા પ્રાંત અધિકારી એ બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે એ.આર.ટી.ઓ. સુશ્રી નિમિષાબેન પંચાલ તેમજ ડીવાયએસપી સર્વ પ્રેમલ પટેલ, સુશ્રી વાણી દૂઘાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here