જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા બોરુ ટર્નિંગ પાસે થી એકટીવા હંકારતા સગીરને વાહન આપનાર સામે કાર્યવાહી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

સગીરને વાહન ચલાવવા આપનાર સામે પોલીસની અસરકારક કાર્યવાહી

અમદાવાદના તથ્ય પટેલ નાં બનાવ બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં પોલીસ દ્વારા ટ્રાફીક બાબતે અસરકારક અમલીકરણ અને કામગીરી હાથ ધરાઈ રહી છે ત્યારે પંચમહાલ જિલ્લા ટ્રાફિક શાખા ના કર્મચારીઓ કાલોલ બૉરુ ટર્નિંગ પાસે બુધવારે પેટ્રોલિંગમાં હતા ત્યારે એક એકટીવા ચાલકને રોકીને તેનું નામ ઠામ પુછતા શેખરભાઈ સુરેશભાઈ ઉ.વ.૧૫ હોવાનુ જણાવેલ પોલીસે એકટીવા વિશે પૂછપરછ કરતા આ એકટીવા તેમના શેઠાણી મનીષાબેન દિનેશભાઈ પરમાર રે. વાંટા રીછીયા તા કાલોલ ની હોવાનુ જણાવેલ આમ એકટીવા ના માલિક પોતાના ત્યાં નોકરી કરતા માણસ સગીર હોવાનું તથા તેની પાસે વાહન ચલાવવા માટેનું જરૂરી લાયસન્સ ન હોવાનું જાણવા છતાં પણ પોતાનું વાહન ચલાવવા માટે આપેલ અને એમ કરીને અન્યની જિંદગી જોખમ મા મુકાય તેમ અકસ્માત નો ભય ઊભો કરી ગુનો કરેલ હોય મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૯૯(૧), ૧૯૯(૨),૧૯૯(૩),૧૯૯(૪),૧૯૯(૫),૧૯૯(૬) મુજબની ફરિયાદ કલોલ પોલીસમાં થકે દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા છાસવારે પોતાના બાળકો અને સગીરોને વાહન ચલાવવા આપનાર સામે અસરકારક અમલીકરણ ની કાર્યવાહી કરતા ઉદાહરણરૂપ દાખલો બેસાડ્યો છે.i

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here