રાજપીપળા ખાતે શિક્ષકોએ પોતાના વિદ્યાર્થી કાળના દિવસોને તાજા કર્યા..

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નવદુર્ગા હાઇસ્કૂલ ખાતે સને ૧૯૮૯ – ૯૦ ના તાલીમાર્થીઓ નો સ્નેહમિલન સમારોહ યોજાયો

હાલ વિદ્યાર્થીઓમા સંસ્કાર નુ સિંચન કરતા શિક્ષકો પણ કોઈ કાળે પોતે એક વિદ્યાર્થી જ હતા એ વાતનું સ્મરણ રાજપીપળા ની શાળા મા શિક્ષક તરીકે કે ની સંનિષ્ઠ ફરજ બજાવતા પ્રકાશભાઈ માછી ને આવતા તેઓએ સ્નાતક નઇ તાલીમ કેન્દ્ર રાજપીપળા ખાતે શિક્ષક તરીકે નુ શિક્ષણ મેળવતા પોતાના બેચમેટ ને એકત્રિત કરી પોતાના વિદ્યાર્થી કાળ ને વાગોળયુ હતુ.

રાજપીપળા નવદુર્ગા સ્કૂલ ખાતે સ્નાતક નઈ તાલીમ કેન્દ્ર સને ૧૯૮૯ – ૯૦ ના તાલીમાર્થીઓનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આજે વર્ષો બાદ એકજ બેચના તાલીમાર્થીઓ ભેગા મળ્યા ત્યારે સૌએ હર્ષ ઉલ્લાસ ની લાગણી અનુભવી હતી આ સ્નેહ મિલન કાર્યક્રમ માં ગુજરાત ના જુદા જુદા જુદા જુદા જિલ્લાઓ માંથી શિક્ષકો આવ્યા હતા ઉપરાંત છેક મુંબઈથી પણ સ્નેહમિલન માં ભાગ લેવા માટે શિક્ષકો આવ્યા હતા ત્યારે વર્ષો પહેલા ની યાદો વાગોળી હતી અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો અને કર્મચારીઓનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

શિક્ષકો કે જેઓ આજે પોતે શિક્ષણ નો રસથાળ પોતાના વિદ્યાર્થીઓને પિરસી રહયા છે તેઓ પોતે પોતાના વિદ્યાર્થી કાળ ને યાદ કરી ભાવવિભોર અને આનંદિત થયા હતા. તેમના જીવન ની યાદો વાગોળી હતી.31 વર્ષ ના વહાણાં વીતી ગયા જેને સહુએ સાથે મળી ઉજવવાનો અનેરો આનંદ માણ્યો હતો.

આજના સમારંભ મુદ્દે કાંતિ ભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે જી.પી.ટી.સી રાજપીપલા માં આશરે ૪૦ જેટલા તાલીમાર્થી ઓ એ તાલીમ લીધી હતી આજે સૌ શિક્ષકો ગુજરાત ના જુદા જુદા જિલ્લાઓ માં રહે છે આજે સૌ ભેગા થયા છે તેમજ અમને મદદરૂપ એવા મહાનુભવો નું આજે સન્માન કર્યું છે અને તેઓએ આ કાર્યક્રમ નું આયોજન કરવા બદલ પ્રકાશભાઈ માછી સહિત નાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here