કેળાંની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો એક ટેમ્પો બોડેલી પોલીસે ઝડપી પાડ્યો…

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

આજરોજ બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી ચલામલી પાસે આવેલા વણધા ચોકડી પાસે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બોડેલીના પોલીસ કરમી જવાન રણજીતભાઈ બળવંતસિંહ અર્જુનભાઈ શંકરભાઈ કુલદીપભાઈ નરોત્તમભાઈ જમાદાર પોલીસ સ્ટાફ ખાટીયાવાટ ચલામલી રોડ ઉપર એક સફેદ કલરની 407 ટેમ્પો કેળા ભરીને આવતો જણાતા ટેમ્પામાં શંકાસ્પદ માલ હોવાની શંકા થતા ટેમ્પાની તપાસ કરતા ખાખી કલર ની પેટીઓ જોવા મળી હતી ટેમ્પામાં તપાસ કરતાં અંદર બિયર ભરેલું જણાતા ટેમ્પા ચાલક સાથે બે ઇસમોને ધરપકડ કરી હતી તેઓને બોડેલી પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા તેમનું નામ જણાવતા ટેમ્પા ચાલકનું નામ જયદીપ મોરબી જણાવ્યું હતું સાથે વિનોદભાઇ મકવાણા તથા ઉકેશ ભાઈ સિહાદા ના જણાવ્યું હતું ટેમ્પા નંબર Gj16 u 8481 માથી 93 પેટી બિયર 1 પેટીઍ ગોવા વિસ્કી મળી આવ્યું હતું ટેમ્પા સાથે ઇંગ્લીશ દારૂનો મુદ્દામાલ બોડેલી પોલીસ સ્ટેશનમાં જપ્ત કર્યો હતો તેની તપાસ બોડેલી પીએસઆઇ શ્રી એ.એસ સરવૈયા સાહેબ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here