રાજપીપળા ખાતે રાજરોક્ષી ટોકિઝમા વહેલી સવારે વછૂટેલા સાંઢની જેમ દોડતી હાઇવા ટ્રક ઘૂસી

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

રાત દિવસ ધમધમતા વિસ્તારમાં સદનશીબે મોટી દુર્ઘટના થતા અટકી

રાજપીપળા ખાતે આજરોજ વહેલી સવાર નાજ પુરપાટ ઝડપે દોડતી એક હાઇવા ટ્રક નગર ની પ્રસિધ્ધ રાજરોક્ષી ટોકિઝના ઘૂસી જતાં સદનશીબે મોટી દુર્ઘટના થતા અટકી હતી.

મળતી માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે પાંચેક વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે પોતાની હાઇવા ટ્રક હંકારી તેનો ચાલક સુરત તરફથી બોડેલી તરફ રેતી ભરવા માટે જઇ રહ્યો હતો જે રાજરોક્ષી ટોકિઝ પાસેના ટર્નિંગ ઉપર આવતા પોતાની ટ્રક પુરપાટ ઝડપે હંકારતા સટેરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો, જેથી હાઇવા ટ્રક રાજરોક્ષી ટોકિઝના મુખ્ય પ્રવેશ દ્વારમા ઘૂસી ગઇ હતી,જેથી ટોકિઝના મુખ્ય પ્રવેશ દ્વાર સહિત અંબિકા કોલ્ડડ્રીંક્સ સહિત ગીતા રેસ્ટોરન્ટને નુકશાન થયુ હતુ. જોકે આ અકસ્માત વહેલી સવારે પાંચેક વાગ્યાના સુમારે થયો હોય ને લોકોની વાહનોની અવરજવર ન હોય મોટી દુર્ઘટના ટળી હતી.

નર્મદા જિલ્લામા રેતી ભરેલા હાઇવા ટ્રકો બેફામપણે દોડતા હોય છે પોલીસ તંત્રની કોઈ જ લગામ આ રેતી માફિયાઓ ઉપર નથી, તમામ સ્તરે વહીવટ કરી ને આ ટ્રકો દોડતી હોયછે નર્મદા જિલ્લા મા અનેક અકસ્માત ના નિમિત્ત રેતી મા દોડતા હાઇવા ટ્રકો બન્યા છે. પોલીસ મથકમાં એની સંપૂર્ણ માહિતી પણ હસે જ, તો પછી આવા વાહનો ઉપર રહેમ નજર કેમ રખાઇ રહી છે ??

અકસ્માત થયેલ આ હાઇવા ટ્રકને પાછળ નંબર પ્લેટ સુધ્ધા નથી !! પરંતુ તંત્રની રેતી માફિયાઓ સાથેની મિલીભગત થી તેઓનો વાળ પણ વાંકો થતો નથી.
નર્મદા જિલ્લા પોલીસ વડા આ મામલાને ગંભીરતાથી લે અને છાસવારે થતાં અકસ્માતો ઉપર આવા તત્વોને ઝેર કરી નિયંત્રણમા લાવે એજ સમયની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here