નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના જંગલની જમીનના સનદ ધરાવતા ખેડુતોએ પોતાની જમીનો રેવન્યુ સર્વેમા ફેરવવાની કરી માંગ

ડેડીયાપાડા,(નર્મદા)
આશિક પઠાણ

સરકારશ્રીના તમામ લાભો રેવન્યુ જમીન માલિકોને મળે એ તમામ લાભો જંગલની સનદો ધરાવતા ખેડુતોને મળતા ન હોય ઉગ્ર રોષ

ગુજરાત સરપંચ પરિષદની આગેવાનીમા નર્મદા કલેક્ટરને આવેદનપત્ર અપાયુ -માંગણી નહી સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ઓ આગામી દિવસોમાં યોજાનાર હોય ને આદિવાસી વિસ્તારોમાં સમસ્યાઓ ને રાજકીય રંગ આપી ઉકેલવાની દિશામા પ્રયાસો કરવામાં આવી રહયા છે. નર્મદા જિલ્લામા જંગલમા જંગલની જમીનો ખેડતા ખેડુતોને સરકારે સનદો આપી તેના માલિકો બનાવ્યા છે, પરંતુ તેઓને રેવન્યુ સર્વે નંબર ધરાવતા જમીનોના માલિકો જેવા સરકારી લાભો મળતાં ન હોય આજરોજ ગુજરાત સરપંચ પરિષદના નર્મદા ઝોન પ્રમુખ નિરંજન વસાવાની આગેવાનીમા મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખાયેલ આવેદનપત્ર નર્મદા કલેક્ટરને સુપ્રત કરાયુ હતુ.

આવેદનપત્ર મા જણાવ્યાનુસાર 8 ગામના ખેડૂતો અને ગ્રામજનો એ જણાવેલી છે કે અમો દેડીયાપાડા તાલુકાના જંગલ ખાતાના સનદ ધરાવનારા ખેડુતો છીએ. સદર જંગલ ખાતાની જમીન ધરાવનારા અમે કુલ 8ગામના ખેડુતો છીએ.આ 8 ગામોમાં કમોદવાવ ,શેરવાઇ,કલતર, ગોલવાણ ,ખોડાઆંબા ઓલગામ, કાંટીપાણી, આંબાવાડી, ગામોનો સમાવેશ થાય છે. આ ગામના ખેડુતો તેમના બાપ દાદાના સમયથી જંગલ ખાતાની જમીન ખેડી પાક લેતા આવ્યા છે . જેમાં જંગલ ખાતાને પણ કોઇ પ્રકારનો વાંધો નથી. પરંતુ આ 8 ગામના ખેડુતો પાસે સનદ હોવા છંતા તે જમીન રેવન્યુમાં તબદીલ થયેલ નથી.

જમીન રેવન્યૂ મા તબદીલ ન થતા સરકારના નિયમોનુસાર અને સરકારશ્રીના ધારા ધોરણ મુજબ સરકારશ્રીની યોજના માત્ર રેવન્યુ જમીન ધરાવતા ખેડુતોને જ આપવામાં આવતી હોય છે.જયારે 8 ગામના ખેડૂતો સનદની જમીન ધરાવનાર તદન ગરીબ અને આદીવાસી ઉડાણ અંતરિયાળ વિસ્તારમાં રહેતા આ સનદી ખેડુતોને સરકારની યોજના ઓનો લાભ મળતો નથી .જેથી સનદી ખેડુતોને સરકારની યોજનાનો લાભ ન મળવાને કારણે ભારેભાર અન્યાય થાય છે. જેને કારણે ઘર આંગણાના આ ખેડૂતો સામાજીક અલગતાનો અનુભવ કરી રહ્યા છે.

જેથી આ 8 ગામના સનદ ધરાવનાર લોકો એ જે રીતે સરકારશ્રીની તમામ યોજનાનો લાભ રેવન્યુ ખેડુતોને મળે છે તે રીતે સનદ ધરાવનારા ખેડૂતોને પણ લાભ મળવો જોઇએ એવી માંગણી આવેદનપત્ર મા કરવામાં આવી છે . પોતાના 8ગામના ખેડૂતો માટે ખરેખર અન્યાય થતો હોવાનું જણાવી પોતાને પણ અન્ય ખેડુતો ની જેમ જ લાભ અપાવી અને તેમ શક્ય ના હોય તો સનદ ધરાવનારા ખેડુતોની જમીન રેવન્યુમાં તબદીલ કરાવવા ખેડુતો એ માંગણી કરેલ છે. ખેડૂતો આ માટે હકદાર પણ હોવાનું જણાવ્યું છે. પોતાની માંગ સ્વીકારાય અને 8ગામના ખેડૂતો ને ન્યાય મળે એવી માંગ કરી છે.

તેમજ જો તેઓની માંગ નહી સ્વીકારાય અને ખેડૂતોને ન્યાય નહી મળેતો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે .જેની નોંધ લેવા સરકાર ને અલ્ટીમેટમ આપી આગામી સમયમા તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચુંટણીઓ આવી રહી છે ત્યારે પોતાની માંગ જો સ્વીકારવા માં નહી આવે તો આવનાર તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચુંટણીનો પણ બહિસ્કાર કરવામાં આવશે ની ચીમકી પણ અપાઈ છે. આ બાબતે દિન ૧૦.માં સરકાર માં તથા લાગતા વળગતા અધિકારીઓને સુચના આપી આ અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની આદિવાસી ખેડુતો એ માંગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here