રાજપીપળામા કોરોના સહિત અન્ય બિમારી માટે ઓકસીજનની સારવાર ઘરે મેળવતા દર્દીઓની હાલત કફોડી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સિલિન્ડરોના અભાવે ઓકસીજન મેળવવું મુશ્કેલ બન્યુ

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સપ્લાયર દ્વારા રોજના 3 ટન ઓકસીજનનો સપ્લાય

રાજપીપળા નગર મા પણ ઓકસીજન ની ભારે તંગી સર્જાતા લોકો ને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ના મંડાણ થયા છે. ઓકસીજન ની સારવાર ધરે મેળવતા દર્દી ઓ ની સંખ્યા દિન પ્રતિ દિન વધી રહી છે તેવાં સમયે નગરજનો ને ઓકસીજન ના બોટલ મળવા મુશ્કેલ થઈ ગયા છે.

આ બાબતે ઓકસીજન સપ્લાય નો ધંધો કરતા દર્શનભાઈ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે મારે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 3 ટન ઓકસીજન નિયમિત પણે સપ્લાય કરવાનું સેટલમેન્ટ થયેલું હોય એ જથ્થો અમારી થકી કોવિડ હોસ્પિટલમાં સપ્લાય થાય છે નુ જણાવી વિશેષ મા જણાવ્યું હતું કે લોકલ મા જે લોકો ને ઓકસીજન ના બોટલ આપતા તે હાલ મા આપવા મુશ્કેલ બન્યા છે.કારણ કે ઓકસીજન ના બોટલો ની ભારે અછત વર્તાતા આ પરિસ્થિતિ ઉભી થઈ છે.પરંતુ કાયમી ધોરણે આ પરિસ્થિતિ નથી એનુ નિરાકરણ આવસે.
આમ હાલ રાજપીપળા નગર સહિત આસપાસ ના વિસ્તારમાં રહેતા લોકો કે જેઓ પોતાના ઘરોમાં સારવાર મેળવી રહ્યા છે તેમના માટે હવે મરવાનો સમય આવસે આ બાબતે ઓકસીજન નો સપ્લાય તમામ ને તરતજ મળી રહે એવા પ્રયાસો હાથ ધરાવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here