નર્મદા જીલ્લાના દેડિયાપાડા અને સાગબારા ખાતે સાંસદ મનસુખ વસાવાએ ભાજપા કાર્યકરોના ક્લાસ લીધા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

મહામારી સામે આદિવાસી વિસ્તારોમાં કઇ રીતે રક્ષણ મેળવવું તેની ભાજપા કાર્યકરો ને સમજ અપાઈ

નર્મદા જીલ્લા મા કોરોના પોઝિટિવ ના દર્દી ઑ ની સંખ્યા દિન પ્રતિ દિન વધી રહી છે જીલ્લા ના આદિવાસી વિસ્તારોમાં આદિવાસી ઓ કોરોના ની ઝપેટમાં આવી રહયા છે તયારે નર્મદા જિલ્લા અને ભરૂચ જીલ્લા ના સાંસદ મનસુખભાઈ વસાવા એ દેડિયાપાડા અને સાગબારા તાલુકા ના ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો કાર્યકરો ના કોરોના મહામારી થી બચવા પોતાના સમાજ ના આદિવાસીઓને જાગૃત કરવા ક્લાસ લઇ સાવચેતી દાખવવા માટે તમામ ને માહિતગાર કરવાની હિમાયત કરી હતી.    નર્મદા જીલ્લા ના  સાગબારા  તાલુકાના સરકીટ હાઉસના પ્રંટાગણમાં તથા ડેડીયાપાડા તાલુકાના વિશ્રામગૃહના હોલમાં બંને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લા પંચાયતના તથા તાલુકા પંચાયતના સભ્ય તથા પાર્ટીના પ્રમુખશ્રી તથા મહામંત્રીશ્રીઓ સાથે કોરોના મહામારીના સંક્ર્મણથી પોતાના મત વિસ્તારના લોકોને સાવચેત રાખવા તથા તેનાથી બચવા માટેના ઉપાયો વિશેની જાણકારી આપી લોકોને જાગૃત કરવા બાબતે અગત્યની બેઠક યોજવામાં આવી.     દરેક જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્ય તથા આગેવાન કાર્યકર્તાઓ તમે તમારી તંદુરસ્તી તથા પોતાનું  સ્વાસ્થય સારૂ રહે અને પોતાના શરીરની રોગ-પ્રતિકારક શક્તિ વધે તે માટેના ઉપાયો કરવા અને સરકારના કોવીડ-૧૯ ના તમામ નિયમોનું પાલન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.     દરેક જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તથા સભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓએ પોતાના મત વિસ્તારના ગામોની અંદરની પ્રજામાં કોરોના મહામારીના સંક્ર્મણને રોકવા ખાસ કરીને જે લોકોએ કોરોનાની રસી ન લીધી હોય તેવા લોકો કોરોના ની રસી મુકાવી સુરક્ષિત થાય એ અંગે સમજ આપવા આગેવાનો ને જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here