રાજપીપલા પાસેના કરજણ ડેમના ત્રણ દરવાજા ખોલી 16698 કયુસેક પાણી નદીમા છોડાયુ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ડેમ ખાતે પાણીની આવક મા વધારો થતાં રૂલ લેવલ જાળવવા ડેમના ત્રણ દરવાજા 1.4 મોટર સુઘી ખોલાયા

રાજપીપળા પાસે ના કરજણ ડેમ ખાતે ઉપરવાસ માં ભારે વરસાદ થતાં પાણી ની આવક થતા ડેમ ની જળ સપાટીમાં વધારો નોંધાતા આજરોજ ડેમ સત્તાધિશો એ ડેમ નું રૂલ લેવલ જાળવવા માટે આજરોજ સવારે નવ વાગ્યે ડેમ માથી નદી મા 16698 કયુસેક પાણી છોડ્યું હતું.

કરજણ ડેમની હાલની જળ સપાટી 107.63 મીટર છે ડેમ ખાતે હાલ પાણીની આવક 24540 કુયુસેક સામે જાવક 46398 ક્યુસેક જોવા મળી છે આમ પાણીની આવક વધતા ડેમના 3 ગેટ ખુલ્લા કરી 16698 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે સાથે સાથે નીચાણ વાળા વિસ્તાર ના રાજપીપળા , સુંદરપુરા, જીતનગર, ભદામ, ભૂચાડ, હજરપુરા, ધાનપુર, ધમનાચા, ભચરવાડા, સહિત ના ગામો ને એલર્ટ કરાયા હતા.લોકો ને સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સૂચના અપાઈ હતી ,

કરજણ ડેમ માથી પાણી છોડાતા ડેમ ખાતે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો. જ્યારે રાજપીપળા કરજણ નદી ના ઓવારા પાસે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here