મોરવા(હ) પોલીસે ટ્રકમાં યુક્તિ ગોઠવી છુપાવીને લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત બે આરોપીઓને ઝડપી પાડ્યા…

મોરવા(હ), (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ભારતીય બનાવટના વિદેશી દારૂના વ્હીસ્કીના ક્વાટરીયા તથા પાઉચ કુલ નંગ ૨૬૮૮ ની કુલ કિ.રૂ.૨,૫૮,૮૧૬/- નો પ્રોહી મુદામાલ મળી કુલ કિ.રૂ.૧૦,૬૪,૮૧૬/- ના મુદામાલ

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કરાડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષક શ્રી હીમાંશુ સોલંકી સાહેબ નાઓએ અત્રેના જીલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરવાની પ્રવૃતિઓ નેસ્તનાબુદ કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય આધારે નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.રાઠોડ ગોઘરા નાઓએ તથા શ્રી આર.એમ.સંગાડા પોલીસ ઇન્સપેક્ટર ગોધરા સર્કલ ગોધરા નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ મોરવા(હ) પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર શ્રી એમ.કે.માલવીયા નાઓ પોલીસ માણસો સાથે તા.૦૫/૧૧/૨૦૨૨ ના રોજ કોમ્બિંગ નાઇટ પેટ્રોલીગમાં હતા. દરમ્યાન બાતમી મળેલ કે એક લાલ કલરની એલ.પી.ટુક નંબર 1 27-10-9164 નો ચાલક તથા કલીનર તેમના કબજાની એલ.પી.ટ્રકમાં કેબીનની પાછળના ભાગે બનાવેલ ગુપ્ત ખાનામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી દાહોદ તરફથી આવે અને ગોધરા થઇ વડોદરા તરફ જનાર છે. જે બાતમી આધારે પો.સ.ઈ. ત્રી એમ.કે.માલવીયા નાઓએ પોલીસ સ્ટાફના માણસો સાથે મોરવા(હડફ) સંતરોડ ચેકપોસ્ટ ઉપર પાસે નાકાબંધી કરી ઉપરોકત વર્ણન મુજબની ગાડી આવતા તેને રોકી એલ.પી.ટ્રકના ચાલક તથા ક્લીનરને નીચે ઉતારી ટુકમાં શું ભરેલ છે તે બાબતે પુછતા ટ્રક ખાલી હોવાનું જણાવતા ટ્રકના ડાલાના ભાગે જોતા ટ્રક ખાલી હોય જેથી ટ્રકમાં ઝીણવટભરી રીતે તપાસ કરતા ટ્રેકમાં ડ્રાઇવર શીટની પાછળના ભાગે કેબીનની અંદરના ભાગે પ્લાયવુડના પાટીયા મારી બોલ્ટ ફીટ કરી ચોરસ ખાનું બનાવેલ હોય જે પાટીયાને ખોલી જોતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ મળી આવતા પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેરસની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ મુદામાલ
(૧) રોયલ ક્લાસીક વ્હીસ્કીના માર્કાના પેટીઓ નંગ ૪૮ માં ભરેલ ૧૮૦ મીલીના ઇગ્લીશ દારૂ ભરેલ કાગળના ચોરસ પાઉચ નંગ-૨,૩૦૪ કિ.રૂ.૧.૯૩ ૫૩૬/ (૨) બ્લેક જૈવાર Xxx મ માર્કોની પેટીઓ નંગ ૦૭ માં ભરેલ ૧૮૦ મીલીના કાચના ક્વાટરીયાના-૩૩૬ ની કિ.રૂ. ૫૭ ૧૨૦/ (૩) કાઇ ચોઇસ પ્રિમિયમ વ્હીસ્કી માર્કાના કાચના કાટરીયા નંગ-૪૮ કિ.રૂ.૮,૧૬૦/ (૪) આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂ.૬૦૦૦/ (૫) એલ.પી.ટ્રકની કિ.રૂ.૮૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧૦,૬૪,૮૧૬/

પકડાયેલ આરોપીઓ
(૧) નાથુરામ રામકરણ જાતે કંજર ઉ.વ.૩૨ રહેવાસી ગામ કંદેડા, શાહપુરા રોડ, તા.કેકડી જીલ્લો અજમેર રાજસ્થાન રાજ્ય (૨) રામલાલ બાલાજી જાતે ડાંગી ઉ.વ.૩૦ રહેવાસી ગામ કંડોચા પ્રાથમિક શાળા પાસે વલ્લભનગર જી.ઉદેપુર રાજસ્થાન રાજ્ય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here