તાલુકા પ્રાથમિક શાળા મોરવા હડફ ખાતે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩નું આયોજન કરાયું

મોરવા(હ), (પંચમહાલ) ઇશહાક રાંટા :-

મોરવા હડફ ધારાસભ્‍ય શ્રીમતી નિમીષાબેન સુથાર અધ્યક્ષસ્થાને મોરવા હડફ તાલુકામાં તાલુકા પ્રાથમિક શાળા મોરવા(હ) ખાતે રવિ કૃષિ મહોત્સવ-૨૩નું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણનો લાભ હાજર રહેલ મહાનુભાવો તેમજ ખેડૂતોએ લીધો હતો.ધારાસભ્યશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, નવી પેઢીના ખાતરો જેવા કે,નેનો યુરિયા/નેનો ડી.એ.પી., ડ્રોન ટેકનોલોજીનો,સુક્ષ્મ પિયત પધ્ધતી વગેરે જેવી બાબતે માર્ગદર્શન આપ્યું હતું તથા ખેડૂતોને તેનો મહત્તમ ઉપયોગ કરવા માટે આહવાન કર્યું હતું.

આ પ્રસગે કૃષિ વૈજ્ઞાનીકશ્રીઓએ પણ “શ્રી અન્ન” મિલેટસની વૈજ્ઞાનીક ખેતી પધ્ધતી તથા ખેતી પાકોમાં ખેતી ખર્ચના ઘટાડા અંગે માર્ગદર્શન પૂરું પાડયું હતું.આ પ્રસગે સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ, સોઇલ હેલ્થ કાર્ડ તથા FPOની કામગીરી અંગે પોતાના અનુભવો ખેડૂતો સમક્ષ વ્યકત કર્યા હતા.
આ પ્રસગે કૃષિ પ્રદર્શનના વિવિધ ૧૫ જેટલા સ્ટોલ તથા સેવાસેતુના ૧૫ જેટલા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા.જેનો ખેડૂતો દ્વારા બહોળા પ્રમાણમાં લાભ લેવામાં આવ્યો હતો.

રવિ કૃષિ મહોત્સવમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ,જિલ્લા અગ્રનીશ્રી અશ્વિનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here