કાલોલ શહેર અને ડેરોલગામ ખાતે તુલસી વિવાહને લઈને ભવ્ય શોભાયાત્રા ડીજેના તાલે યોજાઈ,મોટી સંખ્યામાં લોકો જોડાયાં…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

દેવઉઠી એકાદશીને લઈને શનિવારના રોજ કાલોલ તાલુકાના ડેરોલગામ ખાતે બહુચરાજી મંદિરના પ્રાગણમાં ભવ્ય તુલસી વિવાહ રાખવામાં આવ્યો હતો.આ શુભ પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રા ગામના વિવિધ માર્ગો ઉપર નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતાં અને ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શનનો લાભ લીધો હતો તથા માતા તુલસી વૃંદાના દર્શન, આશીર્વાદ લીધાં હતાં તેમજ કન્યાપક્ષ તરફથી નિકુંજકુમાર અતુલભાઈ પટેલ અને પૂર્વીબેન નિકુંજ પટેલ વર પક્ષે અંકુર નવનીતભાઈ પટેલ અને ભાવિકા અંકુર પટેલ તેમજ ગ્રામજનો સાથે ભાગ લઈ તુલસી વિવાહ બ્રાહ્મણ ની હાજરી માં વિવિધ પ્રસંગો મોસાળુ અને શોભાયાત્રામાં સહભાગી થયાં હતાં. ડેરોલગામ ખાતે આયોજીત તુલસી વિવાહની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતાં.અને શોભાયાત્રા બાદ રંગબેરંગી મંડપ નીચે ભગવાન નો વિવાહ યોજાયો હતો. આમ ડેરોલગામ ખાતે તુલસી વિવાહ ધામધૂમ થી ઉજવવા માં આવ્યો હતો કાલોલ ખાતે રોકડનાથ હનુમાનજી મંદિર પાસે કુુંભારવાડા યુવક મંડળ દ્વારા તુલસી વિવાહ માં વર પક્ષે ગિરીશકુમાંર ખાતુભાઈ વરિયા અને નીલમબેન ગીરીશકુમાર અને ગૌરાંગભાઈ છબીલદાસ દરજી અને શીતલબેન ગૌરાંગભાઈ દરજી દ્વારા ભગવાનના લગ્ન વિધિમાં અન્ય ભાવિક ભક્તો સાથે જોડાયા હતા ભવ્ય શોભાયાત્રા થયા બાદ લગ્ન વિધિ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here