મોરબી જિલ્લામાં કોવીડ વિજય રથનું આગમન…

મોરબી,
આરીફ દીવાન

કચ્છ ઝોન હેઠળ આવતા ચાર જિલ્લાઓ પૈકી કોવિડ વિજય રથ કચ્છ જિલ્લામા ફરી મોરબી જિલ્લામાં પ્રવેશ્યો છે. મોરબી જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.એમ. કતીરા અને ટીમ દ્વારા કોવીદ વિજય રથ ને આવકાર સાથે અભીવાદન કરવા માં આવેલ.અને કોવિર વિજય રથ ને હરી ઝંડી આપી પ્રસ્થાન કરાવવા માં આવેલ. ભારત સરકાર દ્વારા કોરોના જનજાગૃતિ અર્થે જાણીતા ભવાઈ અને નાટ્ય કલાકારો દ્વારા પ્રસંગોચિત જનજાગૃતિ અર્થે વિવિધ લક્ષી આગવી રીતે કોરોના સંભવિત સંક્રમણ સામે સાવચેતી સહિત લેવાની તકેદારીઓ અને જરૂરી જાગૃતતા કેળવવા લોકો ને માહિતી આપવા માં આવેલ.
મોરબી જિલ્લા પંચાયત ભવનથી કોવીદ વિજય રથ જૂના બસ સ્ટેશન, નહેરુ ગેટ, નગર દરવાજા થી તાલુકા પંચાયત, શિક્ષણ વિભાગ કચેરી, શક્તિચોક થઈ સેવા સદન, લાલબાગ, સામા કાંઠે મહારાણા પ્રતાપ ચોક, કલેકટર કચેરી, સો ઓરડી સહિત વિવિધ જગ્યાએ જનજાગૃતિ અભિયાન, કલાકારો દ્વારા આગવી રીતે કોરોના અને સરકાર ની વિવિધ કલ્યાણ કારી યોજનાઓની માહિતી સહિત પૂરક પોષણ અભિયાન, બેટી બચાવ, બેટી પઢાવ, કન્યા કેળવણી સહિત પ્રેરક નાટ્ય સંદેશ અને રાસ ગરબા, લોકગીતો અને લોકભોગ્ય મનોરંજક ભાષામાં કલાકારો દ્વારા આગવી રજૂઆત અને જનજાગૃતિ ને લોકો દ્વારા ઉમળકા ભેર પ્રતિસાદ સાંપડેલ.. આમ મોરબી જિલ્લાનાં વિવિધ રાજમાર્ગ પર પ્રેરક રજૂઆત બાદ રથ અને કલાકારો સર્કિટ હાઉસ તરફ રથને પ્રસ્થાન કરાવેલ…મોરબી બાદ લજાઈ વિરપર,ટંકારા સહિત ધ્રોલ ,જામનગર જિલ્લા અને અને સુરેંદ્રનગર જિલ્લામા વિજય કોવિદ રથ પ્રસ્થાન કરશે.આજ રીતે રાજ્યભરમાં કુલ ૪૪ દિવસ આ રથ અલગ અલગ શહેરો અને ગામડાઓમાં ફરી કોરોના સામે જાગૃતિનો લોકસંદેશ આપી રહ્યો છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, આઉટ રિચ બ્યુરો, યુનિસેફના સહયોગથી નિકળેલ કોવિડ વિજય રથ દ્વારા લોકસંગીત, જાદુક્લા, ભવાઈ, નાટ્યના માધ્યમથી કોરોનાથી બચવા માસ્ક પહૅરવા, હાથ ધોવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી આયુર્વેદિક બુસ્ટર દવાઓ અને માસ્ક્નુ નિશુલ્ક વિતરણ કરાય છે અને કોરોના સામે જનજાગૃતિ અભિયાન અંતર્ગત આ કૉવિદ્ વિજય રથ દ્વારા લોકો ને કોરોના અંગે વિશેષ સંદેશ સાથે જરૂરી જાગૃતતા રાખવા વિવિધલક્ષી સંદેશ દ્વારા જણાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here