મોડાસા નગરમાં પ્રથમ વરસાદના આગમન સાથે નગરપાલિકાની પોલ બહાર આવી…

મોડાસા,(અરવલ્લી) પરવેઝખાન ખોખર :-

મોડાસા હદ વિસ્તાર ના વોર્ડ નંબર .9 માં આવેલ ચાંદ ટેકરી વિસ્તારમાં આજે વરસાદનું આગમન થતાં ગટરનું પાણી રોડ ઉપર આવતા રોડ ઉપર ચીકણી માટી હોવાથી ગંદકી તેમજ કાદવ-કીચડ જેવો માહોલ થઇ જવા પામેલ છે તેમજ આ વિસ્તારના રહીશોને આવવા-જવાની તેમ જ રહેવાની ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડે છે આ વિસ્તારની અંદર ગટર લાઇનનું કામ સમય અંતરે કરવામાં આવેલ નથી આ વિસ્તારના કોર્પોરેટર ધ્યાન આપતા નથી અને આ વિસ્તારની ગ્રાન્ટ આ જ વિસ્તારમાં પ્રજાના હિત માટે વાપરવામાં આવતી નથી સદ્દનસીબે આ વિસ્તારના કોર્પોરેટરો વહેલી તકે જાગે અને વહેલી તકે આ વિસ્તારની મુલાકાત લે અને આ વિસતરની મુલાકાત લઈ ધ્યાન આપે તો આ વિસ્તારના રહીશો ને પડતી મુશ્કેલીઓ દૂર થાય તેમ છે નગરપાલિકા સત્તાવાળાઓ આ વિસ્તારની મુલાકાત લઇ પ્રજાની સમસ્યા દૂર કરવી ખૂબ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here