મોડાસા ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે સ્વ સમૂહ જૂથને સામૂહિક લોન વિતરણ કરતા શ્રી ડૉ. કુબેરભાઇ ડિંડોર

મોડાસા,(અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

આજની મહિલાઓ રોજગાર મેળવે છે અને રોજગાર આપે પણ છે. : ડૉ.કુબેરભાઈ ડિંડોર

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે આજરોજ મોડાસાના ભામાસા હોલ ખાતે સ્વ સમૂહ જૂથોને સામૂહિક લોન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યકક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર હાજર રહ્યા હતા. લોકોના જીવનને ઉજ્જવળ બનાવવાના સરકાર ના સાહસને આગળ ધપાવ્યું.જેમાં 125થી વધૂ સ્વસહાય જૂથને અંદાજિત 1.25 કરોડની આર્થિક સહાય આપતા ચેક અર્પણ કરવામાં આવ્યા. સિલાઈ, નર્સરી, મહિલા ઉધોગ સાથે સંકળાયેલા સમૂહને લાભ આપવામાં આવ્યો છે.

મહિલાઓને આત્મનિર્ભરતાના પાઠ સમજાવતા મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે આજની મહિલાઓ રોજગાર મેળવે છે અને રોજગાર આપે પણ છે. દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદય યોજનાનો લાભ દેશના દરેક ખૂણે પહોચાડવાનો છે. નારી અધિકાર, નારી સશક્તીકરણ શબ્દો સંવિધાનથી મળ્યા હતા પણ અમલ પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કર્યો છે. દેશ અને સમાજના વિકાસ માટે મહિલા આગળ વધે એ જરૂરી છે. દેશના દરેક લોકો સુધી પાણી, વીજળી, ઘર, શિક્ષણ પહોંચાડી અમારી સરકારે દેશને ખરેખર આઝાદ બનાવ્યો છે.

મહિલાઓને કાર્યક્રમમાં સંબોધતા સાંસદ શ્રી દીપસિંહ રાઠોડે જણાવ્યું કે મહિલાઓને સશક્ત બનાવવા ગુજરાત સરકાર એ કામ કર્યા છે. આપણે સૌને જાગૃત કરી અન્ય મહિલાઓને પણ રોજગાર મળે તેવી વ્યવસ્થા કરવી પડશે.

આ કાર્યક્રમમાં મંત્રી શ્રી ડૉ.કુબેરભાઇ ડિંડોર, સાંસદ સભ્ય દીપસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.વી.ડાવેરા , ભાજપ સંગઠન પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ ભીખુસિંહ પરમાર, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રી કનુભાઈ,તાલુકા પંચાયત પ્રમુખ બિપિનભાઈ પટેલ, મોડાસા નગર પાલિકા પ્રમુખ જલ્પાબેન, લીડ બેન્ક મેનેજર શ્રી હિતેશ સહગલ, નાબાર્ડ બેન્ક મેનેજર શ્રી નવલ કનોર , GLPC જનરલ મેનેજર શ્રી દિપ્તીબેન પરમાર, DLM શ્રી સી. એમ. મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here