“મારૂં ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનના ભાગરૂપે રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે તિલકવાડા કોવડ કેર સેન્ટરની મુલાકાત લીધી

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

તા.1 મે થી તા.15 મેં 2021 દરમિયાન સમગ્ર ગુજરાતમાં “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” ના હાથ ધરાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત ગુજરાતના સહકાર,રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ આજ રોજ તિલકવાડા નગરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એકલવ્ય સ્કૂલ ખાતે બનાવેલ 50 બેડ ના કોવિડ કેર સેન્ટર નિ મુલાકાત લેવા આવી પહોંચ્યા હતા અને હોસ્પિટલ તેમજ કોવિડ કેર સેન્ટર ખાતે ઉપલબ્ધ તબીબી સેવાઓ ઉપકરણો દવાઓનો જથ્થો અને ફરજ ઉપર ના તબીબી અધિકારીઓ સ્ટાફ નર્સ તેમજ પેરામેડીકલ સ્ટાફ સહિતની વિસ્તૃત જાણકારી મેળવી હતી ઈશ્વરસિંહ પટેલે કોવિડ કેર સેન્ટર ની મુલાકાત લઈ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા અને તેઓ જલ્દી થિ સ્વસ્થ થઈ ને ઘરે પરત ફરે તેવી શુભેચ્છા પાઠવી હતી અને દર્દીઓને મળી રહેલી સેવાઓની ચકાસણી કરી હતી તે ઉપરાંત દર્દીઓને મળી રહેલી સુવિધા વધુ સારી બને અને દર્દીઓ સુધી સરળ રીતે સુવિધા પહોંચે તે માટે તિલકવાડા ભાજપા પ્રમુખ તિલકવાડા મામલતદાર . તાલુકા વિકાસ અધિકારી આરોગ્ય વિભાગ ના તબીબો સહિત ના અધિકારીઓ સાથે મંત્રણા કરી હતી.

વધુ માં વાત કરતા ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે હાલ માં ચાલી રહેલી કોરોના ની વૈસ્વીક મહામારી ને અનુલક્ષી ને સરકાર તરફ થિ મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં તાલુકા લેવલે કોવિડ કેર સેન્ટર બનાવવાની સાથો સાથ ગ્રામ્ય વિસ્તારો માં પણ કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે જેથી લોકો ને ગ્રામ્ય વિસ્તાર માં જ સારવાર મળી રહે અને વહેલી તકે સ્વસ્થ થાઈ તે માટે ના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને હજી પણ સારી સુવિધા થાઈ તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here