બોડેલી : લક્ઝરી બસમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન જનતા કયદેસારની કાર્યવાહી કરાઈ

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

બોડેલી પોલીસે જબુગામ પાસે આવેલ મેરિયા પુલ પાસે વાહન ચેકીંગ દરમિયાન પસાર થઇ રહેલી ખાનગી લકઝરી બસ અટકાવી તપાસ કરતા બસમાં સોસીયલ ડિસ્ટન્સ ન જળવાતા સરકારની કોરોના અંગેની ગાઈડલાઈન નું ઉલ્લંઘન થતું જણાતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતો.

થતા પોલીસે લકઝરીના ચાલક, કંડકટર તેમજ ક્લીનરની અટકાયત કરી બસને કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તેમજ છોટાઉદેપુર ડિવિઝન નાયબ અધિક્ષક એ. વી કાટકડ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં કોવીડ – 19 કોરોના વાઇરસ સક્ર્મણને ફેલાતો અટકાવવા અંગે ગુજરાત સરકાર તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ છોટાઉદેપુરના જાહેરનામા તેમજ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરાવવા જરૂરી સૂચનાઓ આપેલ જે અનુસંધાને જિલ્લાના સુપરવીઝન અધિકારી, છોટાઉદેપુર એસ.ટી / એસ.સી.સેલના નાયબ પોલીસ અધિક્ષક એ.એસ પટણી તેમજ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એ. એસ દેસાઈ માર્ગદર્શન હેઠળ બોડેલીના પીએસઆઇ એ.એસ સરવૈયા તેમજ એ.એસ.આઈ ભરતભાઈ તેમજ સ્ટાફના પોલીસ કર્મચારીઓ જબુગામ પાસે આવેલ મેરિયા પુલ પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા તે સમય દરમિયાન સુરત થી કુકસી (માધ્ય પ્રદેશ) જઈ રહેલ ખાનગી લકઝરી બસને અટકાવી તપાસ કરતા બસમાં વધારે મુસાફરો બેસાડી સોસીયલ ડિસ્ટન્સ ન જળવાતા સરકારની કોરોઅંગેની ગાઈડલાઈન નું ઉલ્લંઘન થતા તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટના બહાર પડેલ જાહેરનામ નો ભંગ થતા પોલીસે લકઝરીના ચાલક, કંડકટર તેમજ ક્લીનર ની અટકાયત કરી લકઝરી બસને કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here