‘મારી માટી મારો દેશ’ થીમ અંતર્ગત અનેક કાર્યક્રમ અને આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણી સંદર્ભે અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારિકના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

*સમગ્ર અરવલ્લી જિલ્લામાં “માતૃ ભૂમિની માટીને નમન અને વીરોને વંદન” થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિનું અનોખું પર્વ  ઉજવાશે કલેકટરશ્રીએ કાર્યક્રમની તૈયારીઓને લગતા વિવિધ મુદ્દાઓની જાણકારી આપી

જિલ્લાની જનતા અને મીડિયાકર્મીશ્રીઓ તમામ કાર્યક્રમમાં સહભાગી બને તેવી કલેક્ટરશ્રીની અપીલ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘ મારો દેશ મારી માટી ‘ કાર્યક્રમ યોજાશે. જે અન્વયે જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીક અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી. જેમાં કલેકટરશ્રીએ કાર્યક્રમની તૈયારીઓને લગતા વિવિધ મુદ્દાઓ જણાવ્યા.

આઝાદીનો અમૃત મહોત્સવ 12 માર્ચ 2021ના રોજ શરૂ થયેલ હતું,અને 30 ઓગસ્ટ 2023 સુધીમાં પૂર્ણ થઈ રહ્યો છે, આ ઉત્સવના સમાપન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે ‘મેરી માટી મેરા દેશ’નું અભિયાન આ સમાપન સમારોહ તરીકે ઉજવણી કરવામાં આવશે.
9 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ સુધી મુખ્ય પાંચ થી માલ આધારિત મેરી માટી મેરા દેશ અભિયાનનો આયોજન કરવામાં આવશે આ અભિયાન અંતર્ગત શહીદો અને વીરો અને શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્ર નિર્માણ માટે શપથ લેવામાં આવશે. મેરી માટી મેરા દેશ અભિયાન દેશભરની પંચાયતોમાંથી માટી એકટી કરીને તેને દિલ્હી કર્તવ્ય પથ લાવીને આઝાદીકા અમૃત મહોત્સવ સ્મારક તેમજ અમૃતવાટિકા બનાવીને માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની કલ્પના કરવામાં આવી છે. જે સંબંધમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે.

આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગો આ કાર્યક્રમમાં સહભાગી થશે. આ કાર્યક્રમ અંતર્ગત પંચાયત સ્તરે ‘મિટ્ટી ઓફ ધ મધરલેન્ડ’ કાર્યક્રમ યોજાશે, જેનું આયોજન અરવલ્લી જિલ્લા સહિત દેશની તમામ પંચાયતોમાં થશે. દરેક પંચાયતમાં વીરોને નમન કરવાના હેતુથી એક શિલાફલકમ એટલે કે તકતી મૂકવામાં આવશે.આ તકતીમાં વડાપ્રધાનશ્રીના વિચાર, વીરોના નામ અને પંચાયતના સ્થળનું નામ, આઝાદીના અમૃત મહોત્સવનો લોગો સહિતની વિગતો હશે. વીરોની વ્યાખ્યામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, સુરક્ષા કર્મચારી (આર્મી, નેવી, એરફોર્સ) રાજ્ય પોલીસ દળ, સીએપીએફના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે કર્મીઓ પોતાની ફરજ દરમિયાન શહીદ થયા છે, તેમને આ શિલાફલકમ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન પંચ પ્રણની પ્રતિજ્ઞા લેવડાવામાં આવશે અને સહભાગીઓ આ પ્રતિજ્ઞા હાથમાં માટી અથવા દીવડા લઈને કરશે. ઉપસ્થિતો પોતાની સેલ્ફી, આ અભિયાનની વેબસાઈટ પર અપલોડ કરશે. આ ઉપરાંત દરેક પંચાયતમાં ૭૫ સ્વદેશી રોપાઓનું વાવેતર કરી અને ‘વસુધા વન’ તૈયાર કરવામાં આવશે. કાર્યક્રમમાં વીરોને વંદન કરવાના હેતુ માટે સ્વાતંત્ર્ય સેનાની/વીરોના પરિવારને આમંત્રિત કરવામાં આવશે, તેમનું સન્માન કરવામાં આવશે. પંચાયતમાં યોજાનાર દરેક કાર્યક્રમમાં ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવશે.

આ ઉપરાંત માટીને નમન કરવાના હેતુથી ગામની માટી એકઠી કરી અને પંચાયતમાં લાવવામાં આવશે, આ માટી બ્લોકમાં પહોંચશે. બ્લોક ખાતેથી દરેક તાલુકા દીઠ એક યુવાન પરંપરાગત પહેરવેશ પહેરી આ માટીના કળશને દિલ્હી લઈ જશે. આ કાર્યક્રમ પંચાયત ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ યોજાશે.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ વડાશ્રી શૈફાલી બરવાલ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેશ કેડિયા , નિવાસી અધિક કલેકટરશ્રી એન. ડી. પરમાર ,DRDA ડાયરેક્ટરશ્રી આર. એન. કુચારા તેમજ અન્ય વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં પત્રકારશ્રીઓ, મીડિયાકર્મીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here