હિંદુ ધર્મ ધારક જગદગુરુ રામાનંદાચાર્યાની ૭૨૨ મી જન્મ જયંતી ભીલડી મુકામે સાદગીથી યોજાઇ

ભીલડી,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

બનાસકાંઠા જિલ્લા વૈષ્ણવ રામાનંદા સાધુ સમાજ દ્વારા દર વર્ષે હિંદુ ધર્મ ધારક જગદગુરુ રામાનંદાચાર્ય ની જન્મ જયંતિ ની દર વર્ષે સંતો મહંતો બહોળી સંખ્યામાં સમાજ જનો ની હાજરી માં ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારી ના કારણે જન્મ જયંતિને સાદગી થી ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે જેના અનુસંધાને ભીલડી મુકામે સાધુ હિતેશભાઈ કેશવદાસ પ્રાઈમ કોમ્પ્યુટર ના નિવાસ્થાને અગિયાર મુખી હનુમાન આશ્રમ ભુરીયા ના મહાન સંત ઘેવર દાસ બાપુ બનાસકાંઠા સાધુ સમાજના પ્રમુખ વાસુદેવભાઈ.મંત્રી શ્રી મહેશભાઈ સાધુ.પાલનપુર ના વૈષ્ણવ યુવક મંડળના ભાઈઓ તથા સાધુ સમાજના ભાઇઓ-બહેનો હાજરીમાં જગદગુરુ રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૨ ની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે સંત ઘેવરદાસ બાપુ દ્વારા જગદગુરુ રામાનંદાચાર્યજી મહારાજ ના હિન્દુ ધર્મના ઉદ્ધાર માટે કરેલાં કાર્યોની વાત કરવામાં આવી હતી. હિન્દુ સમાજની એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ પ્રસંગે રામાનંદાચાર્ય ની આરતી કરી પ્રસાદ નું વિતરણ કરી જન્મ જયંતિ ને સાદગી થી પૂર્ણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here