નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
નસવાડી પોલીસે 4,97,540/- નો મુદ્દામાલ સાથે વિદેશી દારૂ પકડ્યો
ભાખાથી નસવાડી તરફ આવતી વિદેશી દારૂ ભરેલી કાર ને નસવાડી પી એસ આઈ સી ડી પટેલ એ બાતમી મળતા છટકું ગોઠવ્યું હતું અને અને ભાખાથી ખિસડીયા જવાના વણાંક પર પોલીસે નાકા બંદી કરી હતી જેમાં આગળ એક ઇન્ડિકા કાર પાઈલોટિંગ કરી રહી હતી અને વિદેશી દારૂ ભરેલી કાર પાછળ આવી રહી હતી અને નાકા બંદી કરી સફેદ ઇન્ડિકા કાર ને પકડી નસવાડી પોલીસ સ્ટેશન માં લાવવામાં આવી હતી જેમાં સફેદ કલરની ઇન્ડિકા વિસ્ટા ગાડી નંબર G j 22 h 0832 જેમાં વિદેશી દારૂ ભરેલો હતો અને બીજી સિલ્વર કલર ની ઇન્ડિકા ગાડી નંબર G j 23 a n 4313 આ નંબર ની ગાડી જે આગળ ચાલી પાઈલોટિંગ કરતી હતી અને પોલીસે કોર્ડન કરી ગાડીયોને પકડી હતી સાથે બે ઈસમો પણ પકડી પાડી પ્રોહી મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 2,32,540 /- તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ નંગ 1 જેની કિંમત 5000/-રૂપિયા તથા પ્રોહી મુદ્દામાલ ની હેરાફેરી ની ગાડી ની કિંમત રૂપિયા 1,40,000/- તથા પાઈલોટિંગ ની ગાડી ઇન્ડિકા ઇવીટુ ગાડી જેની કિંમત રૂપિયા 1,20,000/- મળી કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા 4,97,540/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડી નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી તેના વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને પકડાયેલા આરોપીઓ જેમાં વિપુસિંગ નસરિયાભાઈ રાઠવા ઉ,વ,28 રહે પીપલીયાવાટ તા,સોઢવા જી,અલીરાજપુર અને બીજો પરમાભાઈ જેન્તીભાઈ રાઠવા ઉ,વ,30 રહે પીપલીયાવાટ તા,સોઢવા જી,અલીરાજપુર અને એમાં સફેદ ઇન્ડિકા ગાડી મૂકી ફરાર થઈ ગયો તે વોન્ટેડ આરોપી તરીકે જાહેર કરેલ છે જેની શોધ ખોળ પોલીસ કરી રહી છે આમ નસવાડી પી એસ આઈ સી ડી પટેલ સાથે પોલીસ સ્ટાફ દ્વારા વિદેશી દારૂ ની ગાડી પકડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.