ભારતીય જનતા પાર્ટીના 2024 લોકસભા સંકલ્પ પત્રને ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપા પ્રમુખે આવકાર્યો

રાજપીપળા, ૯નર્મદા) આશિક પઠાણ :-

વડાપ્રધાન મોદીની ગરીબ અને મધ્યમવર્ગ માટે મોટી જાહેરાત- સી.આર.પાટીલ

ભાજપા નો ચૂંટણી ઢંઢેરો નહીં પ્રજાની સેવા ની ગેરન્ટીનું સંકલ્પ પત્ર — મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર પાટીલે પોતાના સંબોધન જાહેર કર્યા છે. તેમાં ભાજપના મેનિફેસ્ટો અંગે સી.આર પાટીલનું નિવેદન સામે આવ્યું છે.
જેમાં સી.આર પાટીલે જણાવ્યું છે કે વડાપ્રધાન મોદીની ગરીબ અને મધ્યમવર્ગ માટે મોટી જાહેરાત છે. તેમાં ગરીબોને વધુ 5 વર્ષ માટે મફત અનાજની જાહેરાત છે. સૌનો સાથ, સૌનો વિકાસનું સૂત્ર યથાર્થ ઠેરવવા પ્રયત્ન કર્યું છે. મહિલાઓ માટે અનેક મોટી જાહેરાતો કરી છે. દેશની સુરક્ષાના નેતૃત્વની જવાબદારી મહિલાઓને આપી છે.

કોંગ્રેસના શાસનમાં આતંકી પ્રવૃત્તિ વધી હતી. યુવાનો પર ભરોસો કરીને તેમને બેંકની લોન અપાવી છે. PM આ દેશના ટેલેન્ટેડ યુવાનોની વ્હારે છે. અન્નદાતાને સન્માન આપવાનું કામ PM મોદીએ કર્યુ છે. ખેડૂતોના ખાતામાં વર્ષે 6000 રૂપિયા જમા થાય છે. 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢ્યા છે. આ દેશમાં એક જ ચૂંટણી હોવી જોઇએ. વન નેશન, વન ઇલેક્શન માટે PMએ સમિતિ બનાવી છે.

ભાજપના સંકલ્પ પત્ર અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ચૂંટણી ઢંઢેરો નહીં, પ્રજાની સેવાની ગેરન્ટીનું સંકલ્પ પત્ર છે. જેમાં ચૂંટણી ઢંઢેરો નહીં પણ સંકલ્પ પત્ર લઈને આવ્યા છીએ. 2047 ના વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરવા કામ કર્યું છે. વિકાસ અને જનકલ્યાણની મદદ થી કામ કર્યું છે. ગુજરાત અને દેશમાં સુશાસનનો પાયો નંખાયો છે. ગુજરાતની જનતા તમામ 26 બેઠકો પર આશીર્વાદ આપશે. 26 બેઠકો પર કમળ ખીલશે તેવો વિશ્વાસ છે. દેશની 25 કરોડ જનતાને ગરીબીમાંથી બહાર કાઢી હોવાનુ મુખ્યમંત્રી એ જણાવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here