નર્મદા નદીની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા માટે તિલકવાડાથી રેંગણ ઘાટ સુધી ઉભી કરાયેલી સુવિધાથી પ્રભાવિત થતા પરિક્રમાર્થીઓ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

શાંતિ-સલામતી, સુવિધા, શ્રધ્ધા-આસ્થાનો સંગમ એટલે નર્મદા પરિક્રમા

મુંબઇ ના પરિક્રમાથી એ પરિક્રમા માટે શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવેલ સુવિધાના વખાણ કર્યા

નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા ચૈત્ર મહિનામાં યોજાતી એક મહિનો ચાલનારી માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા અર્થે નર્મદા જિલ્લાની પાવન ભૂમિ આશ્રમોની હારમાળામાં પરિક્રમા રૂટ પર લાખોની સંખ્યામાં પધારતા પરિક્રમાર્થીઓની સુરક્ષા લાઇટ બેરીકેટીંગ નાવડી પરિવહન સ્નાન સેવા કેન્દ્ર સહિત અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. પરિક્રમાર્થીઓ પણ તંત્ર દ્વારા ઉભી કરાયેલી સારી સુવિધાઓની નોંધ લઈને પ્રસંશા કરી રહ્યા છે અને ઉત્સાહ ઉમંગ જોશભેર નર્મદા પરિક્રમામાં સહભાગી થઇને ધન્યતા અનુભવી સંતોષ ભક્તિભાવ શ્રધ્ધા વિશ્વાસનો અહેસાસ કરી રહ્યા છે.

પરિક્રમા અર્થે મુંબઈથી પરિક્રમા ટુકડીમાં આવેલા સંભાજી વિઠ્ઠલ સોનવણેએ જણાવ્યું કે, હું છેલ્લા બે વર્ષથી મારા પરિવાર સાથે માં નર્મદાની પરિક્રમા કરતો રહ્યો છું. આ વખતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર રૂટ પર વીજળી, પાણી, રસ્તા અને આરોગ્ય સહિતની ભાવિકો માટે ઉભી કરાયેલી સુવિધા ખૂબ સુંદર અને ખાસ છે. પરિક્રમાર્થી સોનવણે વધુમાં તંત્ર દ્વારા તિલકવાડા રૂટ પર તૈયાર કરાયેલા રસ્તા કામચલાઉ પુલ અને આરોગ્યની કર્મયોગીઓ દ્વારા લેવાતી કાળજીથી ખૂબ પ્રભાવિત થયો છું અને તેઓ ફરજ સાથે પુણ્ય કમાઇ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રામપુરા, શહેરાવ, તિલકવાડા અને રેંગણ ઘાટ ખાતે તાત્કાલિક બચાવ કાર્ય તેમજ ઇમરજન્સીમાં દર્દીને ટ્રીટ કરવા માટે NDRF અને આરોગ્ય વિભાગની ટીમ તથા પોલીસ સુરક્ષા કર્મીઓ પણ ખડેપગે છે. ટૂંકમાં માં નર્મદાની પંચકોશી પરિક્રમા કરવા આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ ચિંતા કરવાનો પ્રશ્ન નથી આવતો અહીં તકલીફ ન પડે અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા સૌ સંપન્ન કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરતું ધ્યાન અપાઈ મોનીટરીંગ સમીક્ષા અને સુવિધા અપાઈ રહી છે અને પરિક્રમા કરીને ઘરે પરત ફરેલા લોકો અન્ય લોકોને પરિક્રમાનો અનુભવ વર્ણવી અન્યને પરિક્રમા કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. જેનો પ્રવાહ આ પરિક્રમામાં દિન-પ્રતિદિન વધી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here