ભાયાવદર અનુસૂચિત સમાજ દ્વારા ધારાસભ્ય લલીતભાઈ વસોયાનો વિરોધ પ્રદર્શન કરીને બહિષ્કાર કર્યો..

ધોરાજી,(રાજુભાઇ બગડા :-

ભાયાવદર શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે ખાસ કરીને સ્લમ વિસ્તારમાં તો સરકાર શ્રી દ્વારા ડીડીટી પાવડરનો ટ્રક ભરીને આવેલ બેરલ ના બેરલ ફિનાઈલ બેગોનબેડ પાવડર માખી મચ્છર અન્ય ખડ ની દવા દવા છાંટવાના પંપ બધું આપવામાં આવેલું છે છતાં પણ ભાયાવદર ની જનતાના આરોગ્યના ભોગે લીલાલેર કરતા નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો ને જનતાની કંઈ પડી જ નથી ધારાસભ્યશ્રી દ્વારા લૂલો બચાવ કરતા કહેલું કે તમે નગરપાલિકાને રજૂઆત કરી છે મને થોડી રજૂઆત કરી છે તમારે મને કહેવું જોઈએ તો અનુસૂચિત સમાજ દ્વારા એવું કહેલું કે ચૂંટણી ટાણે જ તમે દેખાવો છો અમારે ગટર કાઢવી હોય કે અન્ય નાના-નાના પ્રશ્ન હોય તો અમારે ધારાસભ્યોને રજૂઆત કરવાની કે નગરપાલિકા પ્રમુખને તો પછી તમે નગરપાલિકા કચેરી બેસતા જાવ અને સ્મશાન નો કાટમાળ બે વર્ષ થી પડ્યો છે અનેક રજૂઆત કરવા છતાં તે પણ ઉપાડ્યો નથી ભારતીય જનતા પાર્ટી નું બોર્ડ હતું ત્યારેઆંબેડકર ભવન બનાવેલું પછી ચાર ચાર વર્ષ થયા તમે તેમાં લાઈટ ફીટીંગ કે કોઈ કામ કરેલ નથી ને ભાયાવદર શહેર વર્ષોથી ભાઈચારા થી રહેછે તમે જાતિવાદી માનસિકતા થી અમે લોકોને નહીં તોડીસકો અને પ્રમુખ શ્રી નયનભાઈ જીવાણી દ્વારા બે-ત્રણ દિવસ પહેલા એવો મેસેજ ફેલાવવા માં આવેલ કે ધારાસભ્યશ્રી આવે છે 9:30 કલાકે નગરપાલિકા કચેરીએ લોકોના પ્રશ્નોના નિરાકરણ કરવા માટે બપોરનાબાર વાગી ગયા છતાં પણ કોઈ નગરપાલિકા કચેરીએ દેખાણુ જ નહીં ફક્ત અને ફક્ત ચૂંટણી સ્ટંટ કરવા આવેલા ધારાસભ્ય શ્રી શરમથી ભાયાવદર શહેરમાં પગ મૂકીનેભાગી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here