ભાટીયા ગામે શ્રી એલ એન પરમાર શૈક્ષણિક સંકુલ દ્વારા તારીખ 08/07/2021 ના રોજ સ્વંયમ શિક્ષક દિવસ ઉજવવામાં આવ્યો..

ભાટિયા,(દે. દ્વારકા) પ્રવાસી પ્રતિનિધિ :-

તારીખ 5/9/ 2021 ના રોજ રવિવાર હોવાથી તારીખ સાતના દિવસે પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ થી જ નિયત કરેલ વિદ્યાર્થી ભાઈઓ બહેનો એ આચાર્ય ઉપાચાર્ય શિક્ષક સહાયક તેમજ શાળાની દરેક કાર્યવાહી બાળકો દ્વારા હાથ ધરવામાં આવી બપોરના 11:30 કલાકે સુધી બાળકોએ ઉત્સાહ ભેર શૈક્ષણિક કાર્ય કર્યું હતું.

નિરીક્ષક તરીકે શાળા સ્ટાફ દ્વારા જે બાળકો ઉત્તમ શિક્ષક તરીકે કામગીરી કરી તેઓની મૂલ્યાંકન આધારિત યાદી બનાવવામાં આવી હતી.

શાળાના મધ્યસ્થ હોલમાં 11: 45 કલાકે સંચાલક શ્રી પરમાર સાહેબ તથા શાળાના આચાર્ય શ્રી પી.ડી પરમાર સાહેબ તેમજ સમગ્ર સ્ટાફની ઉપસ્થિતિમાં વિવિધ અભિયાન અને અનુભવ રજુ થયા ત્યારબાદ આચાર્યશ્રી દ્વારા શિક્ષક દિન ઉજવણી અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ દિવસ બાળકોનો ઉત્સાહ પ્રેરક દિવસ છે બે વર્ષ બાદ આ દિવસ ઊજવવાની અમૂલ્ય તક આપણને પ્રાપ્ત થઇ છે સરકાર શ્રી દ્વારા lockdown ઉઠાવી લેતા અને ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ થતાં આ પ્રસંગ ઉદ્ભવ્યો છે તે સરાહનીય છે.

શાળાના સંચાલક શ્રી એ દરેક વિભાગમાંથી ઉત્તમ શિક્ષક તરીકે પાંચ બાળકોના નામ જાહેર કરી પ્રોત્સાહિત કરેલ અને આવો રુડો કાર્યક્રમ કરવા માટે શાળાના સ્ટાફ ગણ આચાર્યશ્રી અને ખાસ બાળકો ને અભિનંદન આપ્યા હતા. આચાર્ય તરીકે કણજારીયા બિજલબેન, સવિનિયા માનસી બેન, વરમલ મયુર તથા વરમલ પ્રતાપ , ઉત્તમ શિક્ષક તરીકે 10 બહેનો અને 10 ભાઈઓ ના નામ જાહેર કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here