ભાજપ ઉમેદવારની કાતોલ ગામે પ્રચાર સભા યોજાઈ સરપંચે ઘોડા પર સવારી કરાવી જીતનો વિશ્વાસ આપ્યો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના કાતોલ ગામમાં આજ રોજ મંગળવારે સવારે 11:00 કલાકે કાલોલ વિધાનસભા બેઠક નાં ભાજપ નાં ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ ની સભા નું આયોજન કરવામાં આવ્યું હતું કાતોલ ગામમાં ફતેસિંહ ચૌહાણ નો કાફલો પહોંચતા સરપંચ સવિતાબેન નાયક દ્વારા ઘોડા પર બેસાડીને ગામમાં વરઘોડો કાઢ્યો હતો જેમાં કાલોલ તાલુકા પંચાયતના સદસ્ય તેજલબેન ગુણવંતસિંહ પરમાર, ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ગુણવંતસિંહ પરમાર ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા કાતોલ ગ્રામવતી ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ફતેસિંહ ને જંગી બહુમતીથી જીતાડવા ગ્રામજનોને અપીલ કરેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here