કન્યાકુમારીના સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલમાં સંતો તથા દેશ વિદેશના હરિભકતોના વિશાળ સમુદાય સાથે પુનિત પદરેણુથી પાવન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કન્યાકુમારી હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રનું સંગમ સ્થાન છે. ભારતના દક્ષિણ છેડે આવેલું કન્યાકુમારી શહેર સદીઓથી કલા, સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતીક છે. સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ તમિલનાડુના કન્યાકુમારી શહેરમાં સ્થિત પ્રસિદ્ધ સ્થળ છે. એવું કહેવાય છે કે, ૧૮૯૩માં વિશ્વધર્મસભામાં સામેલ થતાં પહેલાં વિવેકાનંદ કન્યાકુમારી આવ્યાં હતાં. એક દિવસ તેઓ તરીને આ વિશાળ શિલા પર પહોંચી ગયાં. આ નિર્જન સ્થાને સાધના કર્યા બાદ તેમને જીવનનું લક્ષ્ય તથા લક્ષ્ય પ્રાપ્તિ હેતુ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના ષષ્ઠ વારસદાર પ્રવર્તમાન આચાર્યશ્રી જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં “શ્રી મુક્તજીવન સ્વામીબાપા મોક્ષદાયી સ્મૃતિયાત્રા” સંતો તથા દેશ વિદેશના હરિભકતોના વિશાળ સમુદાય સાથે દક્ષિણ ભારતનાં કન્યાકુમારીના પ્રખ્યાત સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલને પુનિત પદરેણુથી પાવન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here