ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપલામાં આજે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળાની શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ ખાતે આજે તારીખ 29- 2 -2024 ના દિવસે એફ.વાય.બી.કોમ.થી માંડીને ટી.વાય.બી.કોમ.ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કોલેજમાં ટી.વાય.બી.કોમ.નો અભ્યાસ કર્યા પછી આગળ કઈ કઈ બ્રાન્ચમાં એડમિશન લઈ શકાય અને એમ.કોમ.કરીએ તો એની કેરિયર તથા નોકરીની કેવી તકો રહેલી છે, તે અંગે માર્ગદર્શન આપવા આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ કોમર્સના પ્રિન્સિપલ મહેશભાઈ બારડ સાહેબ હાજર રહ્યા હતા. અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળાના આસિસ્ટન્ટ પ્રોફેસર ભૌતિકભાઈ પટેલે વિદ્યાર્થીઓને ટીવાય બીકોમ પછી કઈ બ્રાન્ચ પસંદ કરવી તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તો સાથે સાથે આવનાર દિવસોમાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા ખાતે એમ.કોમ.નો અભ્યાસક્રમ શરૂ થનાર હોઇ માત્ર ટ્રાઇબલ વિદ્યાર્થીનીઓ જ નહીં પરંતુ દરેકે દરેક સમાજના વિદ્યાર્થીઓ માટે અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓ માટે રાજપીપળામાં ઊભું થનાર એમ કોમનું સેન્ટર અભ્યાસ માટે ખૂબ જ અગત્યનું બની રહેશે. રાજપીપળાની કોમર્સ કોલેજમાં બી.કોમ.કર્યા પછી વિદ્યાનગર ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે પછી વી.એન.એસ.જી.યુ. સુરત ખાતે એમ કોમ કરવા માટે એડમિશન લેવું પડે છે, જે રાજપીપળાના આર્થિક રીતે ઓછી આવક વાળા પરિવારને ક્યારેક પોસાય તેમ હોતું નથી. અને આથી જ તેઓ અભ્યાસ રાજપીપળામાં જ રહીને કરી શકશે. કોલેજના આચાર્ય ડો હિતેશ ગાંધીએ વિદ્યાર્થીઓને આ એક નવી તક મળે અને એમ કોમ કરીને શિક્ષક કે પ્રોફેસર બની શકે કે કોર્પોરેટ સેક્ટરમાં સારી નોકરી મેળવી શકે તે માટે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં શરૂ થનાર એમ.કોમ.ના સેન્ટર ને ખૂબ ઉપયોગી ગણાવ્યું હતું. આમ આજે કોમર્સ કોલેજ રાજપીપળામાં યોજાયેલ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here