પંચમહાલ જિલ્લામાં હલકી ગુણવત્તા અને મીસબ્રાન્ડેડના ખાદ્ય-ચીજોનું વેચાણ કરતી પેઢીઓને દંડ ફટકારતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,ગોધરાના ફુડ સેફ્ટી ઓફીસર દ્વારા તપાસ કરતા, ખાદ્ય-ચીજોનો વ્યવસાય કરતા વેપારીઓ, પેઢીઓ દ્વારા ગુણવત્તાયુકત ખાદ્ય સામગ્રી હલકી કક્ષા અને મીસબ્રાન્ડેડ પ્રોડકટસનું વેચાણ કરતાં હોવાના કિસ્સા સમયાંતરે જોવા મળતાં હોય છે. અગાઉ પણ પંચમહાલ જીલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરાના ફુડ સેફટી ઓફીસરો દ્વારા ખાદ્ય-ચીજોના શંકાસ્પદ નમુનાઓ રાજયની ફુડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી ૨ ખાદ્ય-ચીજો સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડેડ રિપોર્ટ જાહેર થયેલ હતા. આથી નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરનાર દુકાનદારો, પેઢીઓ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ પંચમહાલ જીલ્લાના ડેઝીગ્નેટેડ ઓફીસરની મંજુરી આદેશના આધારે એડજયુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેકટરશ્રી, ગોધરાની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જે કેસો ચાલી જતા દંડનીય કાર્યવાહીના ભાગ રૂપે અત્રેના જીલ્લાના કુલ-૦૨ પેઢીઓના નમુના સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડેડ ફુડ જાહેર થયેલ હોય નિવાસી અધિક કલેકટરશ્રીએ તમામને કુલ મળી રૂા.૫.૨૫ લાખની રકમનો દંડ ફટકારેલ છે.

જેમાં બંસલ સુપર માર્કેટ, વાવડી-ગોધરામાંથી લીધેલ ટોમેટો કેચપ (સેમ્સ બ્રાન્ડ)નો નમુનો સબસ્ટાન્ડર્ડ આવતાં બંસલ સુપર માર્કેટ, વાવડી તથા તેના સપ્લાયર દવે સેલ્સ એજન્સી, વડોદરા તથા તેના ઉત્પાદક સેમ્સ ફુડ પ્રોડકટસ પ્રા.લી., અંધેરી-મુંબઇને રૂા.૫૦૦૦૦-નો દંડ ફટકારવામાં આવ્યો છે અને મે.ભરતકુમાર શશીકાંત મહેતા, ગોધરામાંથી લીધેલ રીફાઇન્ડ કપાસીયા તેલ (પશુપતી બ્રાન્ડ)નો નમુનો સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડેડ આવતા મે.ભરતકુમાર શશીકાંત મહેતા, ગોધરા તથા તેના સપ્લાયર શ્રી ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝ, ગોધરા અને ઓઝોન પ્રોકોન પ્રા.લી., મહેસાણા તથા તેના ઉત્પાદક વિમલ ઓઇલ એન્ડ ફુડસ લી., મહેસાણાને રૂા.૪.૭૫ લાખ દંડ ફટકારવામાં આવ્યો છે. તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,ગોધરાના અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here