છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુણી ગામેથી કિ.રૂ.૩૬,૪૩૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા  આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જઓને નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃતિ/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ..
જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે લુણી ગામે રહેતા તરજુભાઇ કરશનભાઇ રાઠવા તથા નારીયાભાઇ ગુલસીંગભાઇ રાઠવા નાઓ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનના ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખેલ છે તેવી હકિકત આધારે નારીયાભાઇ ગુલસીંગભાઇ રાઠવા નાઓના ઘરે જઇ રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ.૨૧૫ કિ.રૂ.૩૬,૪૩૦/- નો મુદામાલ ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદામાલ :
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂ નંગ-૨૧૫
કી .રૂ .૩૬,૪૩०/-

 પકડવાનો બાકી ઇસમ:-

(૧) તરજુભાઇ કરશનભાઇ રાઠવા રહે.લુણી તા.જી.છોટાઉદેપુર
(૨) નારીયાભાઇ ગુલસીંગભાઇ રાઠવા રહે.લુણી તા.જી.છોટાઉદેપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here