ખત્રી વિદ્યાલય ખાતે છોટાઉદેપુર જિલ્લાના ખેલ મહાકુંભની વોલીબોલ અને ખો- ખો સ્પર્ધાની શરૂઆત..

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

આજરોજ છોટાઉદેપુર જિલ્લાના ખેલ મહાકુંભની વિવિધ રમતો અલગ અલગ તાલુકા કક્ષાએ ચાલે છે ત્યારે ખત્રી વિદ્યાલય બોડેલી મુકામે 7-5- 2022 ખો -ખો અંડર 14,17 અને ઓપન કેટેગરીની તમામ ભાઈઓ ની સ્પર્ધાની શરૂઆત થઇ છે . સમગ્ર જિલ્લામાંથી અંડર14 ની 10 ટીમ અંડર 17 ની 6 ટીમ જ્યારે ઓપન કેટેગરીમાં બે ટીમ હાજર રહી છે વિદ્યાર્થીઓ અને તેમના કન્વીનરો એ ઉત્સાહપૂર્વક રમતની શરૂઆત કરી છે આવતીકાલ તારીખ 8 – 5- 2022 વોલીબોલ ભાઈઓ તમામ કેટેગરીના તથા 9-5-2022 જિલ્લાની ખો-ખો સ્પર્ધામાં બહેનો તમામ કેટેગરીમાં ભાગ લેવા માટે આવશે આ રમતોમાં જે ટીમ વિજેતા થશે તે ઝોન કક્ષાએ છોટાઉદેપુર જીલ્લા નું પ્રતિનિધિત્વ કરશે .સમગ્ર જિલ્લામાં જિલ્લાની રમતોનું માનનીય જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણ સિંહ ચૌહાણ દ્વારા ખુબ સરસ આયોજન કરવામાં આવેલું છે તમામ રમતવીરો ઉત્સાહપૂર્વક ભાગ લે અને ખેલદીલી પૂર્વક વિજેતા બની ને આગળ છોટાઉદેપુર જીલ્લા નું નામ રોશન કરે તે માટેના તમામ પ્રયત્નો જિલ્લા રમતગમત અધિકારી તથા સહયોગી શાળાઓ કરી રહી છે તમામ સ્પર્ધકોને તેઓ દ્વારા તથા શાળાના આચાર્ય દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here