બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ત્રણ મોટર સાયકલોને ગણતરીના કલાકોમાં બે આરોપીઓ સાથે શોધી શોધી કાઢતી છોટાઉદેપુર એલ.સી.બી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ભરૂચ, સૂરત, પંચમહાલ જીલ્લાઓમાં દાખલ થયેલ મો.સા ચોરીના ગુનાઓ શોધી કાઢયા

શ્રી આર.વી.અસારી ઇન્ચા. પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા શ્રી આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ વાહન તથા ઘરફોડ ચોરી જેવા મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ. જે અન્વયે શ્રી વી.એસ.ગાવિત પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી શાખા છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળેલ બાતમી હકીકત આધારે હલ્દી મહોડી ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન બે ઇસમો રોયલ એન્ડફીલ્ડ બુલેટ નંબર વગરની લઇને આવતા તેઓના ઉપર શંકા જતા બુલેટ ચાલકને કોર્ડન કરી પકડી પાડી બુલેટની માલીકી અંગેના આધાર-પુરાવા માંગતા તેઓની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી એન્ડફીલ્ડ બુલેટના ચેચીસ તથા એન્જીન નંબર ઉપરથી પોકેટ કોપ મોબાઇલમાં ખાત્રી તપાસ કરતા સદર એન્ડફીલ્ડ બુલેટનો સાચો નંબર GJ-34-D-6212 નો જણાય આવેલ હોય જે બાબતે  બોડેલી પોલીસ સ્ટેશન એ ૧૧૧૮૪૦૦૧૨૩૧૧૯૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો ત્રણ દિવસ પહેલા દાખલ થયેલ હોવાનું જણાય આવેલ જેથી પકડાયેલ ઇસમોને વધુ પુછપરછ કરતા સદરી ઇસમોએ જણાવેલ કે પોતાના મિત્ર શૈલેષભાઇ રહે નાની વડોઇ તા.કઠઠીવાડા જી.અલીરાજપુર નાનો ગુજરાત રાજયમાંથી મો.સા ચોરી કરી લાવી પોતાના ગેરેજ ઉપર આપી જતો જે ચોરીની મો.સાના પાર્ટસ જરૂરીયાત મુજબ કાઢી લઇ અમો રીપેરીંગમાં આવતી મો.સામાં નાખી આપતા હોવાનું જણાવતા સદરીના ગેરેજમાં જઇ તપાસ કરતા ચોરીની મો.સા તથા મો.સાના એન્જીન  મળી આવેલ જે મો.સા તથા એન્જીન નંબર પોકેટ કોપ મોબાઇલમાં સર્ચ કરી ખાત્રી તપાસ કરતા ચોરીના હોવાનું જણાય આવેલ જેથી ઇસમોને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી મો.સા તથા મો.સાના એન્જીનો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
પકડાયેલ ઈસમનુ નામઃ-
(૧) વાહીદભાઇ સહીદભાઇ શેખ રહે.કઠઠીવાડા મેઇન બજાર તા.કઠઠીવાઠા જી.અલીરાજપુર.
(૨) એઝાઝભાઇ સહીદભાઇ શેખ રહે.કઠઠીવાડા મેઇન બજાર તા.કઠઠીવાઠા જી.અલીરાજપુર.
પકડવાના બાકી ઈસમનુ નામઃ-
શૈલષભાઇ જેના પુરા નામ ઠામની ખબરનથી….
કબજે કરવામાં આવેલ મુદામાલઃ-
(૧) રોયલ એન્ડફીલ્ડ બુલેટ ર.જી નંબર GJ-34-D-6212 ની   કિ.રૂ. ૯૦,૦૦૦/-
(૨) એસ.પી સાઇન મો.સા ર.જી નંબર GJ-22-N-2249 ની        કિ.રૂ. ૪૦,૦૦૦/-
(3) સ્પ્લેન્ડર મો.સા ર.જી નંબર GJ-34-M-2857 ની                 કિ.રૂ. ૬૦,૦૦૦/-
(૪) મોબાઇલ નંગ-૨ ની                                           કિ.રૂ. ૧૦,૦૦૦/-
(૫) મો.સાના એન્જીન નંગ-૫ ની                                  કિ.રૂ. ૦૭,૦૦૦/-
કુલ કિ.રૂ. ૨,૦૭,૦૦૦/-
શોધી કાઢવામાં આવેલ ગુનાઓઃ-
(૧) બોડેલી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં ૧૧૧૮૪૦૦૧૨૩૧૧૯૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ..
(૨) બોડેલી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં ૧૧૧૮૪૦૦૧૨૩૦૮૮૮/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ..
(૩) કોસંબા પોલીસ સ્ટેશન ફસ્ટ પાર્ટ ગુ.ર.નં ૬૪/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ..
(૪) દામાવાવ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં ૧૧૨૦૭૦૭૭૨૧૦૩૯૮/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ..
(૫) નબીપુર પોલીસ સ્ટેશન ફસ્ટ પાર્ટ ગુ.ર.નં ૨૨/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here