સુરત શહેરના વરાછા પોલીસ મથકની હદમાં આવતી લાભેશ્વર પોલીસ ચોકીથી 10 મીટરના અંતરે ધમધતા દારૂ વ્યવસાય પર ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા…

સુરત, દિપ મહેતા :-

ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, “સંજયભાઇ ભીખાભાઇ વસાવા તથા સવિતાબેન તે સંજયભાઇ મથુરભાઇ વસાવા નાઓ બંને ભાઇ બહેન મળીને પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં બીન અધિકૃત રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો તથા દેશી દારુનો જથ્થો સંગ્રહ કરી સવિતાબેન નાઓ સુરત શહેર, વરાછા, એલ,એચ.રોડ, ધનશ્યામનગર, બરોડા પ્રેસ્ટીઝ ચાલીમાં તથા સંજયભાઇ નાઓ સુરત શહેર, વરાછા, એલ.એચ.રોડ, ધનશ્યામનગર, ૦ નંબરની ચાલીમા બંને અલગ-અલગ જગ્યાએ પોતાના મળતીયા માણસો રાખી વેચાણ કરી/કરાવે છે.” તે માહિતી આધારે તા.૧૩/૦૨/૨૦૨૩ના રોજ રેઈડ કરી, ભારતીય બનાવટનો વિદેશીદારુ/દેશીદારુ કુલ કિં.રૂ. ૫૦,૨૯૪/-તથા અન્ય મળી કુલ રૂપિયા ૧,૧૦,૦૩૪/-નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૭ આરોપીઓ તથા વોન્ટેડ ૦૬ આરોપીઓ વિરુધ્ધ સુરત શહેરના વરાછા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

આશ્ચર્યની વાત એછે પોલીસ ચોકીની પાછળ ચાલતા દારૂના વ્યવસાય ઉપર વરાછા પોલીસ કેમ મહેરબાન ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here