બોડેલી : નેશનલ ગેમસ અવેરનેસ સંદર્ભે ખત્રી વિદ્યાલયમાં આન બાન શાનથી રમતો ઉત્સવનું આયોજન થયું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજરોજ તા.૧૬/૦૯/૨૦૨૨ શુક્રવારના રોજ નેશનલ ગેમ્સ અવેરનેસ સંદર્ભે કેન્દ્ર અને રાજ્યના સહિયારા પ્રયત્નથી આજે સમગ્ર ગુજરાતની શાળાઓમાં નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇનની શરૂઆત થઈ જેમાં ખત્રી વિદ્યાલય માં છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી ક્રિષ્નાબેન પંચાણી, અલી ખેરવા જુથ ગ્રામ પંચાયતના સરપંચ ગંગાબેન, વિઠ્ઠલ ભાઇ રાઠવા તેમજ ડેપ્યુટી સરપંચ શ્રી પંચાયતના ઉત્સાહી અને સેવાભાવી જીગ્નેશભાઈ ચોક્સી તથા હારુનભાઈ ખત્રી સભ્ય સી.આર.સી રાજેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન થયું શાળામાં કબડ્ડી, વોલીબોલ ,ખો-ખો ૧૦૦ મી. થી ૨૦૦ મી. દોડ સંગીત ખુરશી તથા લુપ્ત થયેલી રમતો દ્વારા આયોજન જાગૃતિ લાવવામાં માટેના પ્રયત્નો થયા આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો સ્વયં સંગીત ખુરશી રમી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જગાવી સમાજમાં રમત પ્રત્યેનો શુભ સંદેશ આપ્યો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના ઉત્સાહી પી.ઈ.શિક્ષક એમ.એમ.ઠાકોર દ્વારા કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here