સુરેન્દ્રનગરના કંકુમાની વાડી પંથકમાં ગાડા ધારી માર્ગને મંજૂરી મળ્યા બાદ પણ વિકાસના પ્રતિબિંબનો અભાવ

સુરેન્દ્રનગર, આરીફ દીવાન (મોરબી) :-

સુરેન્દ્રનગર જિલ્લા પંથકમાં વિવિધ સેવા કરતી સંસ્થા ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને સમક્ષ કરશે રજૂઆત”

સુરેન્દ્રનગર શહેર જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કાર્ય અંતર્ગત સ્થાનિક ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ વિકાસ લક્ષી કાર્ય મા નિષ્ફળ નીવડ્યા હોય તેમ સુરેન્દ્રનગર જિલ્લા પંથકની પ્રજા મહેસુસ કરી રહી છે ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકાની હદમાં આવેલા મેક્સન પાછળ આવેલા કંકુમાની વાડી પંથકમાં ડિજિટલ ગુજરાતમાં ગાડા ધારી માર્ગ ના કારણે સ્થાનિક મતદાર પ્રજા પરેશાન બની છે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ તે વિસ્તારમાં પસાર થવું પણ જોખમી બન્યું છે ત્યારે તે કંકુમાની વાડી પંથકમાં રોડ રસ્તા માટેની મંજૂરીની મહોર વિકાસ નથી સરકારના શાસનકાળમાં મળી ચૂકી છે છતાં પણ જિલ્લા કક્ષાના અધિકારીઓને કયા ગ્રહો નડતર રૂપ બન્યા તે માટે જિલ્લા કક્ષાના અધિકારીઓ સમક્ષ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય અને ખુશી ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખ રજૂઆત કરી ભારતીય જનતા પાર્ટીના વિકાસ લક્ષી કાર્યમાં વિકાસને સ્થાન આપી પ્રજાલક્ષી કાર્ય અંતર્ગત તારીખ 10 5 2023 ને બુધવારના રોજ સુરેન્દ્રનગરના મેક્સન પાછળના ભાગે આવેલા કંકુમાની વાડી પંથકમાં પાકા રોડ રસ્તા સહિત પાણી ગટર ભૂગર્ભ ગટર વગેરે વગેરે સમસ્યાઓ અંતર્ગત ખુશી ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ અકબરભાઈ કટિયા રજૂઆત કરશે તેમ એક અખબારી યાદીમાં જણાવ્યું છે જે ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો અને સ્થાનિક કંકુમાની વાડી વિસ્તારના મતદાર પ્રજાજનો તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here