બોડેલી નજીક મોડાસર ગામે એક ખેતર માં ટીટોડી એ ચાર ઈંડા મૂક્યા આગામી ચોમાસુ સારું જશે એવા સંકેતો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી ;-

ચોમાસાને લઈને આજે સેટેલાઈટથી લઈને અદ્યતન ટેકનિકનો ઉપયોગ થાય છે. જોકે આજે પણ ભારતમાં પ્રાચીનકાળથી થતી વરસાદના વરતારા પર શ્રદ્ધા છે અને છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકા ના મોડાસર ગામે ખેતરમાં ટીટોડીએ ઈંડા મુક્યા છે. ટીટોડીએ ખેતરમાં ઈંડા મુક્યા હોવાથી સાર્વત્રિક વરસાદ થશે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્ય છે. પ્રાચીન કાળમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો. ત્યારે ભાવિ વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠાસુઝ આધારે કરતા હતા.
બોડેલી નજીક મોડાસર ગામે એક ખેતર માં ટી ટો ડી એ ચાર ઈંડા મૂક્યા હોવાની તસવીર વાઇરલ થઇ હતી. જેથી આગામી ચોમાસા ના ચાર મહિના માં શ્રીકાર વર્ષા થશે તેવા સંકેતો જાણકારો એ વ્યક્ત કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here