બોડેલી તાલુકાના રણભુન ગામે આવેલ સતકેવલ હાઈસ્કુલ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના રણભુન ગામે આવેલ સતકેવલ હાઈસ્કુલ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં બીએસએફના નિવૃત જવાન સોમભાઈ રાઠવાનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં બોડેલી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ હિતેષભાઇ કોલી,સરપંચ હિરલબેન,તલાટી શારદાબેન,નોડલ ઓફિસર વિમલબેન રાઠવા,અશ્વિનભાઈ કોલી,નરપતભાઈ રાઠવા,છત્રસિંહ રાઠવા,પ્રકાશ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે મહાનુભાવોએ રાષ્ટ્ર વિકાસની પ્રતિજ્ઞા લઈને કળશમાં માટી એકઠી કરી હતી.રાષ્ટ્રગાન કરી કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here