બોડેલી તાલુકાના ચિખોદ્રા ગામની યુવતીને સાસરી પક્ષનાઓ શારીરિક માનસિક ત્રાસ આપતા મહિલા પોલીસ મથકે પતિ સહિત છ સામે ફરિયાદ નોંધાવતા ચકચાર… 

બોડેલી, (છોટાઉદેપુર)-ચારણ એસ વી :-

પ્રાપ્ત માહિતી મુજબ બોડેલીતાલુકાના ચિખોદ્રા ગામે રહેતા અહેમદભાઈ ઈસ્માઈલભાઈ મનસુરીની દીકરી રેશ્માબેન ઉંમર વર્ષ.૨૮ દ્રારા છોટાઉદેપુર મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેણીના લગ્ન ૨૦૧૮ માં શિનોર તાલુકાના સાધલી ગામે રહેતા અનીશભાઈ સબ્બિરભાઈ મન્સૂરીની સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા જેમાં લગ્નજીવનમાં સંતાન રૂપે અઢી વર્ષની દીકરી પણ છે ત્યારે દીકરીના જન્મ બાદ રેશ્માબેનના પતિ જમવા બાબતે રેશમાને રસોઈ બનાવતા આવડતું નથી અને રસોઈ ભાવતી નથી તેમ કહી ગમે તેમ ગાળો બોલી ઝઘડો કરતાં આ બાબતે રેશમાબેનેતેની સાસુને વાત કરતા તો સાસુ નજમાબેન તથા જેઠાણી શબનમબાનું પણ પતિનું ઉપરાણું લઈ રેશ્માબેનને ગમે તેમ મહેનટોણા મારતા અને કહેતા કે તારી માએ તને ઘરનું કોઈ કામકાજ કરતા શીખવાડ્યું નથી તેમ જ વધુમાં કહેતા તું મારા દીકરા અનીશનું ધ્યાન રાખતી નથી અને રેશ્માબેનના સાસુને દીકરો જોઈતો હોય અને મને દીકરીનો જન્મ થયેલ હોય જે વાતનું મનદુઃખ રાખી રેશમાબેનના સાસુ તું કંબોળી છે તેમ કહી રેશમાને મહેણાંટોણાં મારતા અને જેઠાણી શબનમબાનું રેશમાના પતિને તેઓ વિરુદ્ધ ચઢામણી કરી કહેતા કે રેસમાને રસોઈ બરાબર બનાવતી નથી અને ઘરનું કામ પણ કરતી નથી બધું કામ હું જ કરું છું જેથી રેશમાબેનના પતિ તેની વાતોમાં આવી જઈ રેશમાને ગમે તેમ ગાળો બોલી રેશમાને લાપટ ઝાપટ મારતા અને રેસમાને કહેતા કે દહેજમાં તારા બાપના ઘરેથી રૂપિયા એક લાખ લઈને આવ તેમ કહી મેણા ટોણા મારતા ત્યારે ગત તારીખ ૪થી એપ્રિલના રોજ બપોરના બે વાગ્યે દહેજ માંગવા બાબતે રેશમાના સાસુ જોડે ઝઘડો થતાં તેઓના જેઠ સોહિલભાઈ એકદમ ઉસકેરાઈ મારી મમ્મી સાથે કેમ જીભાજોડી કરે છે અત્રે ઉલ્લેખનીય છે કે રૂપિયા એક લાખ લઇ આવ નહી તો આ ઘરમાંથી નીકળી જા તેમ કહેતા રેશ્માને તેના પિતાને ફોન કરીને જણાવેલ કે તમારી દીકરીને અહીંથી લઈ જાઓ જેથી મારા પપ્પા અને કાકા હુસેનભાઇ રેશ્માને લેવા તેની સાસરી સાધલી મુકામે આવેલા રેશમાબેનના સસરા શબ્બીરભાઈ રેશમાના પિતા ને ગમે તેમ ગાળો બોલવા લાગેલા અને ઝઘડો કરી રેશમાના કાકા સસરા ફિરોજભાઈએ કહેલ કે તમારી દીકરીને અહીંથી લઈ જાઓ અમારે કોઈ સમાધાન કરવું નથી અનિશ માટે અમે રેશમાથી પણ વધારે સારી છોકરી શોધી નાખીશું જેથી રેશ્માબેનના પિતા અને કાકા રેશ્માબેનને પિયર ચિખોદ્રા લઈ આવેલ અને પતિ અનીશ સાથે તેડી જઈ કે  સમાજમાં સારી રીતે રહે તેવા અવારનવાર પ્રયત્ન કરેલા સમાધાન ન થતા રેશમાબેન પતિ અનિશ તથા સાસુ નજમાબેન તથા જેઠાણી શબનમ તથા જેઠ સોહીલ તથા સસરા સબ્બિરભાઈ તથા કાકા સસરા ફિરોજભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here