અરવલ્લી : રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે સાયકલ રેલીનું આયોજન

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું

૩૧ મી ઓકટોબર, ૨૦૨૨ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ (રાષ્ટ્રીય એકતા દિવસ) સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ મનાવવામાં આવે છે. ૨૫ થી ૩૧ ઓકટોબર, ૨૦૨૨ દરમિયાન રાષ્ટ્રીય સ્તરે એકતા માટે એક અઠવાડીયાની લાંબી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આજ રોજ સવારે ૦૮:૦૦ કલાકે એક સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેનો રૂટ ઓધારી તળાવ થી ટાઉન હોલ, ટાઉન હોલ થી પેલેટ હોટલ, પેલેટ હોટલથી સહયોગ ચોકડી અને સહયોગ ચોકડીથી ઓધારી તળાવ તેની પૂર્ણાહુતી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો અને આ ઝુંબેશને સફળ બનાવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here