બોડેલી તાલુકાના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારમાં ફરી એકવાર દિપડો દેખાતા આજુબાજુ ગામલોકોમા ફફડાટ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા નાબોડેલી તાલુકાના નાની બુમડી અંતરિયાળ વિસ્તારમાં ફરી એકવખત દિપડાની દહેશત વતૉઈ રહી છે ત્યારે બોડેલી તાલુકાના નાની બુમડી ગામ નજીકની સીમમાં દિપડો દેખા દેતા ખેતરોમાં કામ કરતા ખેડૂતો સહિત મજુરોમા નાશભાગ મચી જવા પામી હતી દિપડો ગામ નજીકની સીમમાં આવતા દિપડાને જોતા ગ્રામજનોએ નાની બુમડીના સરપંચને જાણ કરતા જે અંગે સરપંચ દામનભાઈ રાઠવા દ્વારા બોડેલી વનવિભાગને જાણ કરાઈ હતી બોડેલી વનવિભાગણને જાણ કરતા જ  વન વિભાગ દ્વારા ઘટનાસ્થળે જઈ  દિપડાના પંજાનુ નિરિક્ષણ કર્યું હતું જેમાં દિપડાના પંજાના નિશાન હોવાનું જણાઈ આવતા બોડેલી તાલુકામાં ફરી એકવાર દિપડાથી ભયનો માહોલ સર્જાયો છે                        બોડેલી તાલુકાના નાની બુમડી ગામ નજીકના ખેતરમાંથી ખેડૂત ગણપતભાઈ ધનાભાઈ રાઠવા આવતા હતા ત્યારે દિપડો દેખા દેતા બુમાબુમ કરતા દિપડો ત્યાંથી ભાગી નજીકના ઝાડી ઝાંખરામાં છુપાઈ ગયો હતો જે ઘટનાની જાણ બોડેલી વનવિભાગના અધિકારી એ.કે.રાઠવાને થતાં વનવિભાગના કર્મચારી રતનભાઈ રાઠવા, કુસુમબેન બારીયા તેમજ સ્ટાફ ધટના સ્થળે જઈને દિપડાના પંજાની તપાસ કરતા તપાસમાં દિપડાના પંજાના નિશાન હોવાનું જણાયું હતું જેથી વન વિભાગ દ્વારા આજુબાજુના રહીશોને સાવચેત કરાયા હતા તેમજ બોડેલી વનવિભાગના અધિકારીઓ દ્વારા નાની બુમડીના સરપંચ દામનભાઈ રાઠવા અને ગ્રામજનો સાથે દીપડા બાબતે મીટિંગ સાથે બેઠક યોજાઈ હતી જેમાં દિપડાને પકડવા માટે  પાંજરું મુકવાની તજવીજ હાથ ધરાઈ હતી  તેમજ વન કમૅચારીઓ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી રહ્યા છે જોકે ભય અને દહેશતની વચ્ચે દિપડાથી બચાવવા માટે લોક જાગૃતિ પણ વન વિભાગ કરી રહ્યું છે તેમજ દિપડાનું લોકેશન મેળવવા તેમજ પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here